આઈ-ખેડૂત પોર્ટલ પર
૪૨ નવી સહાય યોજનાઓ શરૂ!
ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવી છે.
અરજી શરૂ તારીખ
૨૭ માર્ચ,
૨૦૨૬
અંતિમ તારીખ
૨૬ એપ્રિલ,
૨૦૨૬
ખાસ શરત
આધાર ખરાઈ
ફરજિયાત
કયા-કયા ૪૨ સાધનો પર સહાય મળશે?
ખેતીવાડી ખાતાની સત્તાવાર યાદી મુજબ, આ વર્ષે ખેડૂતો માટે નીચે મુજબના મુખ્ય ખેત ઓજારો અને સાધનોની ખરીદી પર સબસિડી ઉપલબ્ધ છે:
ખેડ અને કાપણીના ઓજારો
- કમ્બાઈન હાર્વેસ્ટર અને પાવર ટીલર
- રોટાવેટર, કલ્ટીવેટર, અને લેસર લેન્ડ લેવલર
- સબસોર્ઈલર, હેરો (તમામ પ્રકાર) અને પ્લાઉ
વાવણી અને ખેતીના મશીનો
- પોટેટો પ્લાન્ટર (બટાકા વાવવા માટે)
- ગ્રાઉન્ડનટ ડીગર (મગફળી કાઢવાનું મશીન)
- અન્ય ટ્રેક્ટર સંચાલિત ઓજારો
સંરક્ષણ અને સંગ્રહ વ્યવસ્થા
- ખેતરની ફરતે તારની વાડ (રક્ષણ માટે)
- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવાની સહાય
- પાક સંરક્ષણના આધુનિક સાધનો
આધુનિક ટેકનોલોજી અને પરિવહન
- સ્માર્ટફોન ખરીદી પર આર્થિક સહાય
- સોલાર પાવર યુનિટ અને પંપ સેટ્સ
- માલ વાહક વાહન (કૃષિ પેદાશોના પરિવહન માટે)
આધાર કાર્ડ ઓથેન્ટિકેશન સંપૂર્ણ ફરજિયાત!
ચાલુ વર્ષે આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલ ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર નીચે મુજબ આધાર ખરાઈ કરવી ફરજિયાત છે:
- આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર મારફત આવતા OTP દ્વારા ઓથેન્ટિકેશન કરી શકાશે.
- જો મોબાઈલ નંબર લીંક ન હોય તો બાયોમેટ્રિક (આંગળાની છાપ) દ્વારા પણ ખરાઈ કરી શકાશે.
- નોંધ: આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ જ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા માટે
આઈ-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા અને સહાયનું ફોર્મ ભરવા માટે નીચેના બટન પર ક્લિક કરો.
આઈ-ખેડૂત પોર્ટલ પર જાઓખેતીને લગતી અન્ય અગત્યની માહિતી
તલમાં ૩૫ થી ૫૦ દિવસ શું માવજત કરવી? અહીં ક્લિક કરોવધુ પાક અને યોગ્ય ઉત્પાદન મેળવવા માટેની ખાસ ટિપ્સ
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.