આપણાં ગુજરાતમાં મુખ્ય પાકોની યાદીમાં જો કોઈ પાક ટોચ ના સ્થાન પર હોય તો એ છે “કપાસ”. કપાસનાં વાવેતર માટે ખેડૂત મિત્રો દ્વારા જે તૈયારી કરવામાં આવે છે એ એક તહેવાર સમાન હોય છે.
કપાસના વાવેતર માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ બધી જ વસ્તુઓ સારામાં સારી પસંદગી કરવામાં આવે છે. બધી વસ્તુઓ જો સારી અને ઉતમ ગુણવતા ધરાવતી હોય તો ઉત્પાદન સારું મેળવી શકાય છે. કારણ કે કહેવાય છે,“જેનું બિયારણ બગડયું એનું વર્ષ બગડયું”.
ભારત
સરકારનાં ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તારીખ ૨૭ માર્ચે ૨૦૨૫ ના રોજ આ વર્ષે (૨૦૨૫-૨૬) કપાસના બિયારણ માટેની મહતમ કિંમત
જાહેર કરી છે.
આ
વર્ષે કપાસનાં બિયારણનું પેકેટ (૪૭૫ ગ્રામનું
પેકેટ રહેશે. જેમાં ઓછામાં ઓછા ૫% અને વધુમાં વધુ ૧૦% નોન-બીટી કપાસનું બિયારણ રહેશે)
સંપૂર્ણ ભારત દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કપાસનાં બિયારણનો ભાવ નીચે મુજબ છે
બીટી કપાસ હાઈબ્રીડ બિયારણ |
મહતમ વેચાણ કિંમત |
બોલગાર્ડ - ૧ |
૬૩૫ |
બોલગાર્ડ - ૨ |
૯૦૧ |
તો આપણે મોટાભાગે બોલગાર્ડ
૨ નું વાવેતર કરતાં હોય છે અને આ વર્ષ તેની
મહતમ વેચાણ કિંમત ૯૦૧ રૂપિયા/પેકેટ રહેશે.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.