નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આજે ઉનાળુ તલની ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે અને ઉનાળુ તલનાં ઉતમ બિયારણ માટે આપ નીચે આપેલા લીંક પર ક્લિક કરી ને માહિતી મેળવી શકો છો.

 

જમીન :-

  • હલકી, મધ્યમ કાળી, સારા નિતારવાળી સમતલ જમીનમાં તલનું વાવેતર કરવું.
  • અગાઉના પાકનાં જડિયા દૂર કરી, ઓરવાણ કર્યો બાદ વરાપ થયે હળવી ખેડ કરી, સમાર મારી જમીન તૈયાર કરવી. ઢેફાં રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • કયારા નાના અને સમતલ કરવા. ક્યારામાં પાણી ભરાઈ રહેવાથી તલના ઊગાવા ઉપર અસર થાય છે અથવા તો ઉગેલા તલ બળી જાય છે.

વાવેતર નો સમય :-        

  • તલ પાકનાં ઉગાવા ઉપર ઠંડા વાતાવરણની માઠી અસર થાય છે. જેથી ઉનાળુ તલનું યોગ્ય વાવેતર કરવું ખૂબ અગત્યનું છે.
  • તલનું વાવેતર ફેબ્રુઆરીનાં બીજા અને ત્રીજા અઠવાડિયામાં કરી શકો છો.
  • આમ છતાં સવારનાં સમયે ઠંડી જણાય તો વાવેતર મોડું કરવું.
  • વહેલું વાવેતર કરવાથી ઉગાવો ઓછો, છોડનો વિકાસ ધીમો અને ઉત્પાદન ઓછું મળે છે.
  • જયારે મોડું વાવેતર કરવાથી પાકવા સમયે ચોમાસું આંબી જાય, વરસાદથી નુકસાન થાય અને પાકની ગુણવતા નબળી રહે છે.

બીજ નું પ્રમાણ :-

  • ૫૦૦ ગ્રામ/વીઘા
  • એક કિલો બીજ દીઠ ત્રણ ગ્રામ સ્પ્રિન્ટ અથવા થાયરમ કે કેપ્ટાન દવાનો પટ આપી વાવેતર કરવું.

વાવેતર અંતર :-

  • બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી. ના અંતરે ઓટોમેટિક વાવણિયાથી વાવેતર કરવું. જેથી બિયારણ સપ્રમાણ અને સરખા અંતરે પડે.

ખાતર :-

  • તલનાં પાકમાં પાયામાં ૩૦ કિલો એમોનિયમ સલ્ફેટ અને ૨૦ કિલો ડીએપી ખાતર આપી શકાય છે.
  • વાવેતર પછી એક મહિના બાદ ૨૦ કિલો યુરીયા/એકર આપી શકો છો.
  • તલનાં પાકમાં ફૂલ અને બૈઢા અવસ્થાએ % યુરીયા (૧૦૦ લીટર પાણીમાં કિલોગ્રામ યુરીયા) નો છંટકાવ કરવાથી પાકને ફાયદો થાય છે.

પિયત :-

  • હમેશાં ઓરવાણ કરીને તલનું વાવેતર કરવું.
  • વાવણી બાદ તરત પ્રથમ પિયત અને ત્યારબાદ દિવસે બીજું પિયત આપવું.
  • ત્રીજું પિયત જયારે છોડ ચાર થી પાંચ પાંદડે થાય ત્યારે આપવું.
  • ત્યાર પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે થી ૧૦ દિવસ ના અંતરે આપવા.
  • ઉનાળુ તલને કુલ થી ૧૦ પિયતની જરૂર પડે છે.

પારવણી :-

  • તલ ઉગ્યાં બાદ ૧૫ થી ૨૦ દિવસે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી  પારવણી કરવી. જેથી છોડને હવા, ભેજ અને પ્રકાશ સપ્રમાણ મળી રહે. છોડનો વિકાસ સારો થાય જેથી ફૂલ અને બૈઢા વિપુલ પ્રમાણમાં બેસે છે.

 

આવી બીજી સાચી અને સચોટ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ માહિતી આપો.


ઉનાળુ તલનાં ઉતમ બિયારણ મેળવવા અહીં ક્લિક કરો :- https://bit.ly/Talseed




લાઈક કરવા માટે લોગ ઈન કરો.