નમસ્કાર ખેડૂત મિત્રો,

 

ઘણાં ખેડૂત મિત્રો ઉનાળુ મગના વાવેતર ની માહિતી માટે ભલામણ કરેલી છે. તો આજે આપણે જાણીશું ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ.

 

વાવેતર સમય :-

 • સામાન્ય રીતે ઉનાળુ મગનું વાવેતર ૨૫ ફેબ્રુઆરી થી ૨૫ માર્ચ સુધીના સમયમાં કરવા થી ઉત્પાદન વધુ મળે છે.

વાવેતર અંતર :-

 • બે હાર વચ્ચે ૩૦ સે. મી.
 • બે છોડ વચ્ચે ૧૦ સે. મી.

જમીનની તૈયારી :-

 • ગોરાડું, મધ્યમ કાળી તેમજ જે જમીનમાં સેન્દ્રિય તત્વો વધારે હોય તેવી જમીન મગના પાક માટે વધુ અનુકૂળ આવે છે.
 • ઉનાળુ મગ કરવા માટે જમીનમાં એકરે થી ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે.

બિયારણ દર :-

 • કિલો/એકર
 • બીજ માવજતમાં મેન્કોઝેબ ૫૦% + કાર્બેન્ડાઝીમ ૨૫% ગ્રામ/કિલો દવાનો પટ આપવો.

ખાતર :-

 • ઉનાળુ મગમાં પાયાનાં ખાતર તરીકે
 • યુરીયા - ૧૮ કિલો/એકર
 • ડી. . પી. - ૩૫ કિલો/એકર

નિંદણ નિયંત્રણ :-

 • પેન્ડીમીથેલીન - ૭૦ થી ૮૦ મિલી/પંપ પ્રમાણે પાક અને નિંદણ ઉગ્યાં પહેલા છંટકાવ કરવો.

પિયત :-

 • મગનું વાવેતર કર્યા પછી વરાપ થયેથી પિયત આપવું.
 • ૨૫ થી ૩૦ દિવસે ફૂલની શરૂઆત થયા પછી પિયત આપવું.
 • જમીન હલકી હોય તો પ્રથમ ૨૦ દિવસે અને ત્યાર બાદ ૧૦ થી ૧૫ દિવસનાં અંતરે થી વખત પિયત આપવું.
 • જો વાવેતર કોરામાં કર્યું હોય તો વાવેતર બાદ તરત આપવું.
 • બીજું પિયત પાંચમાં દિવસે સારા ઉગાવા માટે આપવું અને તે પછી ૧૫ દિવસનાં અંતરે થી પિયત આપવાથી સારું ઉત્પાદન મળે છે.

 

આવી  બીજી સાચી અને સચોટ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ માહિતી આપો.

 

  ઉનાળુ મગ નાં ઉતમ બિયારણ માટે અહીં ક્લિક કરો :- https://bit.ly/summermoong 


  લાઈક કરવા માટે લોગ ઈન કરો.