નમસ્કાર ખેડૂત મિત્રો,


એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ વિશે આપ જાણતાં જ હશો. ઘણાં બધા ખેડૂત મિત્રો એ ખેડૂત તાલીમ માં ભાગ લીધો છે. એગ્રીબોન્ડ દ્વારા તૈયાર કરેલી પુસ્તક “ખેતીનાં નવ રત્નો” અને યુટયુબ પર મૂકેલા દરેક પ્રકરણના વીડિયો નો અભ્યાસ કરીને પરીક્ષામાં એક એક પ્રશ્નનો જવાબ વિચારીને આપવાથી A+ ગ્રેડ લાવવો બહુ સરળ બની જાય છે. 

આ પરીક્ષામાં કુલ ૫૦ પ્રશ્નો હોય છે. હવે કેટલા માર્કસ આવે તો કયો ગ્રેડ મળે તે અહીં જણાવશું. 

  • ૫૦ પ્રશ્નમાંથી ૪૮ થી ૫૦ સાચા પડે તો A+ ગ્રેડ
  • ૫૦ પ્રશ્નમાંથી ૪૦ થી ૪૭ સાચા પડે તો A ગ્રેડ
  • ૫૦ પ્રશ્નમાંથી ૩૦ થી ૩૯ સાચા પડે તો B ગ્રેડ
  • ૫૦ પ્રશ્નમાંથી ૨૦ થી ૨૯ સાચા પડે તો C ગ્રેડ
  • ૫૦ પ્રશ્નમાંથી ૦ થી ૧૯ સાચા પડે તો Fail 

ઘણા ખેડૂત મિત્રો પરીક્ષા પૂર્ણ કર્યા વગર જ બહાર નીકળી જાય છે અને ફરીથી પરીક્ષા આપવા જતાં ટેકનિકલ સમસ્યા સર્જાય છે માટે એકવાર પરીક્ષા આપવાની શરૂઆત કરો તો સંપૂર્ણ પરીક્ષા પૂર્ણ કરવા નમ્ર વિનંતી. 

હવે વાત કરીએ A+ ગ્રેડ મેળવનારાં ખેડૂત મિત્રો માટે એગ્રીબોન્ડ દ્વારા ખાસ લકકી વિજેતા ને ૫ ગ્રામ સોનાનો સિક્કો ઈનામ સ્વરૂપ પ્રાપ્ત થશે. 
આ લકકી ડ્રો જેટલા પણ ખેડૂત મિત્રો A+ ગ્રેડ મેળવશે એમની વચ્ચે થશે અને તેમાંથી જે ખેડૂત મિત્ર લકકી વિજેતા જાહેર થશે તેમને આ ઈનામ મળશે. બાકીના ખેડૂત મિત્રો ને એગ્રીબોન્ડ દ્વારા પ્રોત્સાહિત ઈનામ મળશે. 

આ લકકી ડ્રો માટે A+ ગ્રેડ મેળવનાર તમામ ખેડૂત મિત્રો ને એગ્રીબોન્ડ આમંત્રિત કરશે અને એ બધા ખેડૂત મિત્રોની હાજરીમાં જ લકકી ડ્રો થશે. આથી ભેદભાવ ની કોઈ સંભાવના ના રહે. (ખેડૂત મિત્રો ને કાર્યક્રમ માં આવવા જવા માટે ના ખર્ચ માં એક નિશ્ચિત રકમ પણ એગ્રીબોન્ડ દ્વારા જ આપવામાં આવશે) 

આ તલામી ખેડૂત મિત્રો ને સામાજીક અને આર્થિક સ્તરે વધુ મજબૂત કરવા તરફનો એક પ્રયાસ છે. આથી બધા ખેડૂત મિત્રો ઉત્સાહ પૂર્વક ભાગ લે અને બીજા ખેડૂત મિત્રો ને પણ ભાગ લેવા પ્રોત્સાહિત કરે એ જ અમારી આશા છે. 

ખેડૂત તાલીમ માં ભાગ લેવા અહીં ક્લિક કરો :- એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ

વીડિયો દ્વારા અભ્યાસ કરવા અહીં ક્લિક કરો :- એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ વીડિયો    લાઈક કરવા માટે લોગ ઈન કરો.