નમસ્કાર ખેડૂત મિત્રો,
એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ માટે તૈયાર કરેલ પુસ્તક “ખેતીના નવ રત્નો” પુસ્તક નું વિમોચન કરવામાં આવે છે. જેને આપ નીચે આપેલા લીંક પર ક્લિક કરી ને ખેડૂત તાલીમ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકો છો.
૧ જાન્યુઆરી ૨૦૨૩ થી એટલે કાલે ખેડૂત તાલીમ પરીક્ષા પણ શરૂ થશે. પરંતુ બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે પહેલા સંપૂર્ણ વાંચન કરી ને ત્યાર બાદ જ પરીક્ષા આપવી. આ તાલીમ ૨૦૨૩ આખું વર્ષ ચાલવાની છે એટલે પુસ્તક નો સંપૂર્ણ અભ્યાસ કરી અને યુ ટ્યુબ પર મૂકેલા વીડિયો નો અભ્યાસ કરી ને જ પરીક્ષા આપવી.
ખેડૂત તાલીમ ના પ્રશ્નપત્ર વિશે :-
- આ પ્રશ્નપત્ર માં ૫૦ પ્રશ્રો રહેશે અને આપને ૬૦ મીનીટ એટલે કે એક કલાકનો સમય મળશે.
- બધા પશ્રો પુસ્તક અને વીડિયો માંથી જ પૂછવામાં આવશે અને અભ્યાસક્રમ બહાર નો એકપણ પ્રશ્ન નહીં હોય.
- આખી પરીક્ષા ડીજીટલ સિસ્ટમ દ્વારા લેવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારની ભૂલ થવાની સંભાવના નથી.
- આપનાં માર્કસ ના આધારે A+, A, B અને C ગ્રેડ નું સર્ટિફિકેટ સિસ્ટમ દ્વારા જ તૈયાર થઈ ને આપને મળશે.
બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે સંપૂર્ણ અભ્યાસ કરી ને આ તાલીમ નો ભાગ બનો. ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ તાલીમ માં ભાગ લઈ શિક્ષિત બને એ માટે એગ્રીબોન્ડ સતત પ્રયત્નશીલ રહેશે.
અમારો એક માત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે.
નોંધ :- આ તાલીમ માં ભાગ લેતાં પહેલાં આપની પ્રોફાઈલ માં આપનું સંપૂર્ણ નામ અને સરનામાંની વિગતો સાચી લખવી. જેથી આપનું સર્ટિફિકેટ સંપૂર્ણ સાચું બને.
લીંક :- https://agribond.in/khedut-talim
નોંધ :- આ પરીક્ષા આપ એક જ વાર આપી શકો છો અને જે સર્ટિફિકેટ મળશે તે જ માન્ય રહેશે.
આ પરીક્ષા વિના મૂલ્યે છે. કોઈ પણ ખેડૂત મિત્રો એ કોઈ ફી કે પૈસા ચૂકવવાના રહેતાં નથી.
આપ સૌને પરીક્ષામાં સારો ગ્રેડ મળે તેવી શુભેચ્છા
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
sanjay kansagara
06 Jan, 2023Good information
પટેલ પરેશકુમાર ઘનશ્યામભાઈ
04 Jan, 2023A+ગ્રેડ કરતા A ગ્રેડવાર ખેડુતોને લકી વિજેતા ગણવામાં આવે તેવી મારી વિનંતી છે કારણ ઘણા બધા ખેડુતોને A ગ્રેડ આવે છે
Alpesh Govani
03 Jan, 2023હું આભાર માનુસુ કે તમે ખેડૂતો માટે તમે આટલી મેનત કરી રહ્યા શો
રાઠોડ સલીમ ભાઈ જીતસંગ ભાઈ(દરબાર)
03 Jan, 2023આજની ખેતીમાં ધ્યાન આપવા જેવી મુખ્ય બાબત, (1)જમીનમાં સુક્ષ્મ જીવોની સંખ્યા વધારવી, (2)જમીનમાં સેન્દ્રીય કાર્બન વધારવુ, (3)જમીનમાં ફળદ્રુપતા જાળવવા માટે સંમતોલ તત્વોને ઉમેરતા રહેવુ, (4)યોગ્ય પધ્ધતિ થી અને પ્રમાણસર પિયત આપવુ., (5)રોગ અને જીવાતોનુ સમયસર અને યોગ્ય પધ્ધતિ દ્રારા નિયંત્રણ કરવુ,...
Abhay Dobariya
02 Jan, 2023I got B grade which is good or bad please tell me
Chetan Patel
02 Jan, 2023મેં ખેડૂત તાલીમ માં ભાગ લીધો અને સર્ટીફીકેટ પણ મલ્યું તો કયા પ્રશ્ર્ન સાચા છે તે કય રીતે જોય શકાય
Paghadal chirag
02 Jan, 2023આ પરીક્ષા નું પરિણામ ક્યારે કેવી રીતે આપશો તે જણાવવા વિનંતી......
Maganbhai Naranbhai Rabari
31 Dec, 2022પરીક્ષા કયારે છે ?
Vanaliya jatin bhai premji bhai
31 Dec, 2022ખેડૂત તાલીમ માં પુસ્તક ક્યાં થી ડાઉનલોડ કરવી
Patel PravinsinhBhimsinh
31 Dec, 2022Nice
Vinjabhai karshnbhai keshwala
31 Dec, 2022ખૂબ ખૂબ આભાર માનુ છુ આપનો કે ખેડૂતો માટે તમે શારુ કામ કરો છો