નમસ્કાર ખેડૂત મિત્રો,
એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ થી આપ સૌ માહિતીગાર હશો. અમને જણાવતાં આનંદ થાય છે કે
ભારતની
પ્રથમ ગુજરાતી ડીજીટલ ખેડૂત તાલીમ નો બીજો મહિનો પૂર્ણ થયો છે.
આ સાથે જ આ તાલીમ માં બીજા મહિનામાં ૧૩૦૨ ખેડૂત મિત્રો એ ભાગ લીધો. જેમાં,
૫૭ ખેડૂત મિત્રો એ A+ ગ્રેડ મેળવ્યો
૯૧ ખેડૂત મિત્રો એ A ગ્રેડ મેળવ્યો
૭૪ ખેડૂત મિત્રો એ B ગ્રેડ મેળવ્યો
૩૭૩ ખેડૂત મિત્રો એ C ગ્રેડ મેળવ્યો
૨૦૩ ખેડૂત મિત્રો એ પરીક્ષા ઉતીર્ણ કરી શક્યા નથી
૫૦૩ ખેડૂત મિત્રો એ પરીક્ષા અધૂરી છોડી છે
A+ ગ્રેડ મેળવનાર ખેડૂત મિત્રો ના નામની યાદી :-
આ સાથે હવે જણાવવામાં આવે છે કે ઉપરોક્ત A+ ગ્રેડ મેળવનાર ખેડૂત મિત્રો વચ્ચે લકકી ડ્રો થશે અને તેમાંથી જે લકકી વિજેતા જાહેર થશે તેને મળશે “૫ ગ્રામ સોનાનો સિક્કો”. જે એગ્રીબોન્ડ લકકી વિજેતા ખેડૂત મિત્રનાં ઘરે જઈને તેને સન્માનિત કરીને આપશે.
આ લકકી ડ્રો નો સંપૂર્ણ વીડિયો ૮/૩/૨૦૨૩ ના રોજ આપણે એગ્રીબોન્ડ ની યુ ટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે.
બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે તે આ વીડિયો ને અચૂક નિહાળે. જે ખેડૂત મિત્રો એ હજી ખેડૂત તાલીમ માં ભાગ નથી લીધો અથવા જે ખેડૂત મિત્રો એ પરીક્ષા અધુરી મૂકી તે બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે તેમાં અચૂક ભાગ લે.
ખેડૂત તાલીમમાં A+ ગ્રેડ મેળવવા માટે શું કરવું તેનાં વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો :- https://bit.ly/AGBONDBLOGFT
નોંધ :- આ લકકી ડ્રો માત્ર બીજા મહિના પૂરતો નથી પણ દર મહિને આ લકકી ડ્રો થશે અને એગ્રીબોન્ડ દ્વારા લકકી વિજેતા થયેલા ખેડૂત મિત્રનાં ઘરે જઈને તેને સન્માનિત કરીને ઈનામ આપવામાં આવશે.
“કોઈ પણ ખેડૂત મિત્ર માત્ર એક જ વાર પરીક્ષા આપી શકે છે.”
અમારો એક માત્ર ધ્યેય ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવી છે.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Maththa Harun
07 Mar, 2023Sir A gread vala na name kyare aavse
Vijay sudani
06 Mar, 2023Aem Kay rite hoy mare pan bhag levo se