ગુજરાત સરકાર • ખેડૂત હિતલક્ષી યોજના
કપાસ ક્રાંતિ મિશન મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી
કપાસનું બમણું ઉત્પાદન મેળવો અને મેળવો હેક્ટર દીઠ રૂ. ૧૪,૦૦૦ સુધીની સીધી આર્થિક સહાય!
૫ વર્ષ
સમયગાળો (૨૦૨૬-૩૧)
૧ લાખ+ હેક્ટર
ગુજરાતનો લક્ષ્યાંક
રૂ. ૧૩૪.૮૦ કરોડ
ગુજરાત માટે ચાલુ વર્ષનું મંજૂર બજેટ
આપણા દેશમાં કપાસનું ઉત્પાદન અને ગુણવત્તા વધે તેમજ વિદેશથી આયાત ઘટાડી શકાય, તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ મિશન શરૂ કરાયું છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને જૂની પદ્ધતિ છોડીને નવી વૈજ્ઞાનિક ગાઢ વાવેતર પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ખેતીનો ખર્ચ ઘટે અને નફો વધે.
સહાય અને વાવેતર પદ્ધતિઓ
ગાઢ વાવેતર પદ્ધતિ
HDPS Technologyસૌથી વધુ સહાય
આ પદ્ધતિમાં છોડ એકબીજાથી ખૂબ નજીક વાવવામાં આવે છે. છોડ નજીક હોવાથી એક વીઘામાં છોડની સંખ્યા વધે છે અને કુલ ઉત્પાદન બમણું મળે છે.
૯૦ સેમી (૩ ફૂટ)
બે હાર (લાઈન) વચ્ચેનું અંતર
૩૦ સેમી (૧ ફૂટ)
બે છોડ વચ્ચેનું અંતર
મળવાપાત્ર સહાય: રૂ. ૧૪,૦૦૦ / હેક્ટર
મધ્યમ અંતર પદ્ધતિ
ICM Managementસંકલિત માવજત
જે જમીનમાં સાવ નજીક વાવેતર અનુકૂળ ન હોય ત્યાં આ મધ્યમ અંતરની પદ્ધતિ અપનાવી શકાય છે. છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે અને રોગ-જીવાત ઓછા આવે છે.
૯૦ સેમી (૩ ફૂટ)
બે હાર (લાઈન) વચ્ચેનું અંતર
૬૦ સેમી (૨ ફૂટ)
બે છોડ વચ્ચેનું અંતર
મળવાપાત્ર સહાય: રૂ. ૭,૫૦૦ / હેક્ટર
સરળ તુલના કોષ્ટક
| વાવેતર પદ્ધતિ | અંતર (હાર x છોડ) | સહાય રકમ |
|---|---|---|
| ગાઢ વાવેતર (HDPS) | ૩ ફૂટ x ૧ ફૂટ | રૂ. ૧૪,૦૦૦ |
| મધ્યમ અંતર (ICM) | ૩ ફૂટ x ૨ ફૂટ | રૂ. ૭,૫૦૦ |
પાત્રતા અને શરતો
-
૧મહત્તમ મર્યાદા: એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ૨ હેક્ટર (આશરે ૧૨.૫ વીઘા) જમીન સુધી જ સહાય મળી શકશે.
-
૨માન્ય બિયારણ: સરકાર દ્વારા માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર Bt કપાસના બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ.
-
૩ફાર્મર રજિસ્ટ્રી: લાભાર્થી ખેડૂતે પોતાનું ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) કરાવેલું હોવું અનિવાર્ય છે.
-
૪પાત્રતા: ચાલુ સિઝનમાં નક્કી કરેલા અંતરે વાવેતર કર્યું છે અથવા કરવાના છે, તે તમામ ખેડૂતો આ સહાય માટે પાત્ર ગણાશે.
-
૫તાલીમ માર્ગદર્શન: આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમો યોજાશે.
લાઈક
1
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.