નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત કૃષિ પ્રશ્નોતરીથી આપ સૌ માહિતીગાર હશો.  એગ્રીબોન્ડ દ્રારા કૃષિ જ્ઞાનમાં વધારો થાય હેતુથી કૃષિ પ્રશ્નોતરીની શરૂઆત કરવામાં આવી હતી. સાથે ખેડૂતો ને પ્રોત્સાહન મળે માટે ઈનામ પણ આપવામાં આવે છે.

ટૂંક સમયમાં એગ્રીબોન્ડ ને એક વર્ષ પૂર્ણ થશે અને હાલ અત્યાર સુધીમાં ૫૪ ખેડૂત મિત્રો ને તાડપત્રી, ૫૪ ખેડૂત મિત્રો ને ટોર્ચ અને ૩૭૫ ખેડૂત મિત્રો ને એગ્રીબોન્ડ ટી શર્ટ ઈનામ સ્વરૂપ આપવામાં આવી છે.

આમ છતાં ઘણા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય છે કે તે નિયમિત ભાગ લઈ રહ્યા છે પણ કયારેય ઈનામ મેળવી શક્યા નથી. તો ખાસ જે ઘણા લાંબા સમયથી એગ્રીબોન્ડ સાથે જોડાયેલા છે ખેડૂત મિત્રો ની ઈચ્છા ને ધ્યાનમાં રાખીને એગ્રીબોન્ડ તરફથી એક પહલ કરવામાં આવી છે.

જે ખેડૂત મિત્ર નિયમિત ભાગ લઈ રહ્યા છે તે નીચે આપેલા ગુગલ ફોર્મ ભરી લે. હવે દર અઠવાડિયે જે કૃષિ પ્રશ્નોતરી યોજાશે તેમાંતાડપત્રી અને ટોર્ચલકકી ડ્રો કરીને નકકી કરવામાં આવશે. પણ જે ખેડૂત નિયમિત ભાગ લેતાં હશે તેમને પ્રોત્સાહિત ઈનામ સ્વરૂપએગ્રીબોન્ડ ટી શર્ટભેટ આપવામાં આવશે.

 

જે ખેડૂત મિત્ર નિયમિત ભાગ લઈ રહ્યા હશે તેને ક્રમશઃ દર અઠવાડિયે પાંચ ખેડૂત મિત્ર ને તેને ઈનામ મળવા પાત્ર રહેશે.

 

નોંધ :- કોઈ પણ વ્યક્તિ જો ખોટી માહિતી આપે છે અથવા ખોટી વિગતો ભરે છે તો તેમનું નામ લિસ્ટમાંથી બાકાત કરવામાં આવશે.

 

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો :-

 https://forms.gle/joeFNLwUifjpgQeo6

લાઈક કરવા માટે લોગ ઈન કરો.