નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત કૃષિ પ્રશ્નોતરી “આપો જવાબ, જીતો ઈનામ” વિશે આપ સૌ જાણતાં હશો.

 

હવે દર અઠવાડિયે એક ખેડૂત મિત્ર “તાડપત્રી”, એક ખેડૂત મિત્ર “ટોર્ચ” અને દસ ખેડૂત મિત્રો “એગ્રીબોન્ડ ટીશર્ટ” જીતે છે.

 

ઘણા સમય થી અમુક ખેડૂત મિત્રો ઈનામ જીતે છે પણ એગ્રીબોન્ડ ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવે તો ઉતર આપતાં નથી. એગ્રીબોન્ડ પર ખોટું સરનામું અને ડેટા આપેલો હોય છે.

 

       તો હવે ખેડૂત મિત્રો ને જણાવવાનું કે જો તમે ગીફ્ટ લેવા માંગતા ન હોય તો ના કહી શકો તો એ ગીફ્ટ બીજા ખેડૂત મિત્રો ને આપી શકીએ.

 

જે ખેડૂત મિત્રો ને ટીશર્ટ ની સાઈઝ માટે મેસેજ આવે જો તે નિર્ધારિત સમયમાં જાણ નહીં કરે તો તેમને ગીફ્ટ મળવા પાત્ર નહીં રહે.

 

આ એક લકકી ડ્રો છો જે સિસ્ટમ દ્વારા થાય છે. જેમાં જે નામ નીકળે તે વિજેતા જાહેર થાય છે માટે ઘણા લોકો એગ્રીબોન્ડ મા ફોન દ્વારા જે ધાક ધમકી આપે છે તેનો કોઈ મતલબ નથી.

 

એગ્રીબોન્ડ દ્વારા ગીફ્ટ પહોંચાડવાનો ખર્ચે પણ ઉઠાવવામાં આવે છે એ પણ ખેડૂત મિત્રો પાસે થી નથી લેતા પણ જો સારા કામોમાં સાથ ન આપી શકો તો લાંબો સમય ચલાવવું મુશ્કેલ છે.

 

બધા ખેડૂત મિત્રો ને એક જ વિનંતી છે કે માહિતી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને એગ્રીબોન્ડ હમેશાં પારદર્શકતા સાથે કામ કરે છે તો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. એગ્રીબોન્ડ દ્વારા ખેડૂતો ને હમેશાં સહાયતા મળશે.

 

અમારો એકમાત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે

 

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન




કૃષિ પ્રશ્નોતરી મા ભાગ લેવા અહીં ક્લિક કરો :-

https://www.agribond.in/contest










લાઈક કરવા માટે લોગ ઈન કરો.