નમસ્કાર ખેડૂત મિત્રો,
હવે જંતુનાશક દવાઓ અને નીંદામણનાશક દવાઓના છંટકાવ નો સમય આવી ગયો છે. તો આ સમય દરમિયાન છંટકાવ કર્યો પહેલા અને પછી શું કાળજી રાખવી તેના વિશે આપણે આજે ચર્ચા કરશું.
કારણ કે હાલ પ્રકાશમાં આવેલો એક કિસ્સો જે તમામ ખેડૂત મિત્રો માટે લાલબત્તી સમાન છે અને આપણા માટે એક દુઃખદ ઘટના પણ છે. આપણા બધાની સહાનુભૂતિ તે ખેડૂત પરીવારની સાથે છે.
જંતુનાશક અને નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી
૧. જંતુનાશક અને નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ - (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં.
૨. ભલામણ કરેલ જંતુનાશક અને નીંદણનાશક દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરવો.
૩. ભલામણ કરેલ સમયે જ જંતુનાશક અને નીંદણનાશક દવા છાંટવી.
૪. ઊભા પાકમાં પાકની વૃદ્ધિની જે અવસ્થાએ જંતુનાશક અને નીંદણનાશક દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ છંટકાવ કરવો.
૫.પોસ્ટ-ઈમરજન્સ પદ્ધતિમાં નીંદણના છોડ ઉપર વધુ પ્રમાણમાં નીંદણનાશક દવા પડે તે રીતે છંટકાવ કરવો.
૬. એકસરખા છંટકાવ માટે ભલામણ કરેલ પાણીના જથ્થાનો ઉપયોગ કરવો.
૭. ભલામણ કરેલ હોય તો જ બે જંતુનાશક અને નીંદણનાશક દવા મિશ્ર કરીને છંટકાવ કરવો.
૮. નીંદણનાશક દવાને જંતુનાશક દવા સાથે મિશ્ર કરીને કયારેક છંટકાવ કરવો નહી.
૯. વધુ પડતો કે તોફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહી.
૧૦. સામાન્ય પવન હોય ત્યારે પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો.
૧૧. ચાલુ વરસાદે જંતુનાશક અને નીંદણનાશક દવાનો છંટકાવ કરવો નહી.
૧૨. પ્રિ-ઈમરજન્સ પદ્ધતિમાં છંટકાવ કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઇએ.
૧૩. એક સરખા છંટકાવ માટે ફ્લેટફેન નોઝલનો ઉપયોગ કરવો.
૧૪. જંતુનાશક દવા છાંટવા માટેની નોઝલનો ઉપયોગ કરવો નહી.
૧૫. પાછા પગે ચાલીને જ નીંદણનાશક દવાનો છંટકાવ કરવો એટલે કે દવા છાંટેલા ભાગ પર ચાલવું નહી.
૧૬. શરીરના કોઈ પણ ભાગ ઉપર ઈજા થયેલ હોય તેવી વ્યક્તિઓએ દવાનો છંટકાવ કરવો નહીં.
૧૭. જંતુનાશક અને નીંદણનાશક દવા છાંટનારે હાથમોજાં, એપ્રોન, બુટ વગેરેનો ઉપયોગ કરવો.
૧૮. જંતુનાશક અને નીંદણનાશક દવા છાંટતા પહેલા અને છંટકાવ બાદ દવા છાંટવાનો પંપ, નોઝલ તેમજ પંપની નળી જેવા ભાગોને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરવા. શકય હોયતો સાબુના દ્રાવણથી સાફ કરી ચોખ્ખા પાણીથી પંપના તમામ ભાગો સાફ કરવા.
૧૯. જંતુનાશક અને નીંદણનાશક દવાના છંટકાવ દરમ્યાન બીડી તમાકુનો ઉપયોગ કરવો નહીં.
૨૦. દવા છંટકાવ બાદ હાથ-પગ સાબુ વડે ઘોઈ બરાબર સાફ કરવા.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Rameshbhai Hargovindbhai Patel
20 Jul, 2023A jankari Mane bahuj gami che
KanuBhai Bhaliya
11 Jul, 2023Khub sari jankari aapi 👍👌👍
દિલીપભાઈ મનજીભાઈ પાથર
10 Jul, 2023ખૂબ સરસ
Sajan vaja dangar
10 Jul, 2023Good 👍🏼👍🏼👍🏼👍🏼