ખેડૂત મિત્રો માટે મોટા સમાચાર: વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખરીફ પાકોના નવા ટેકાના ભાવ જાહેર
ખરીફ સિઝનની વાવણીનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે કયો પાક વાવવો તે નક્કી કરવામાં મદદરૂપ થાય તેવા અગત્યના સમાચાર છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૪ મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવના મુખ્ય આકર્ષણો
કપાસના ભાવમાં જંગી ઉછાળો
ગુજરાતના ખેડૂતો માટે ખુશીની વાત છે કે કપાસના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹૫૫૭ નો સીધો વધારો થયો છે.
તેલીબિયાં પર વધુ ધ્યાન
તલ અને મગફળી જેવા પાકોમાં સરકાર દ્વારા આકર્ષક ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
ખરીફ પાકોના નવા ભાવ: મણ (૨૦ કિલો) મુજબ ગણતરી
| પાકનું નામ | નવો MSP (₹/ક્વિન્ટલ) | નવો MSP (₹/મણ) |
|---|---|---|
| કપાસ (Long Staple) | ₹૮,૬૬૭ | ₹૧,૭૩૩.૪૦ |
| કપાસ (Medium Staple) | ₹૮,૨૬૭ | ₹૧,૬૫૩.૪૦ |
| તલ | ₹૧૦,૩૪૬ | ₹૨,૦૬૯.૨૦ |
| મગફળી | ₹૭,૫૧૭ | ₹૧,૫૦૩.૪૦ |
| તુવેર (અરહર) | ₹૮,૪૫૦ | ₹૧,૬૯૦.૦૦ |
| મગ | ₹૮,૭૮૦ | ₹૧,૭૫૬.૦૦ |
| અડદ | ₹૮,૨૦૦ | ₹૧,૬૪૦.૦૦ |
| સોયાબીન (પીળું) | ₹૫,૭૦૮ | ₹૧,૧૪૧.૬૦ |
| બાજરી | ₹૨,૯૦૦ | ₹૫૮૦.૦૦ |
| મકાઈ | ₹૨,૪૧૦ | ₹૪૮૨.૦૦ |
| ડાંગર (સામાન્ય) | ₹૨,૪૪૧ | ₹૪૮૮.૨૦ |
Agribond ની ખાસ સલાહ
ખેડૂત મિત્રો, વાવેતરનો નિર્ણય લેતા પહેલા તમારા વિસ્તારની જમીન, સિંચાઈની સગવડ અને આ નવા ટેકાના ભાવોનું યોગ્ય વિશ્લેષણ જરૂર કરજો. યોગ્ય આયોજન અને સાચું બિયારણ જ તમને સફળ ખેતી તરફ દોરી જશે. પાકની પસંદગી માટે નીચે આપેલી માર્ગદર્શિકાનો ચોક્કસ અભ્યાસ કરો.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.