જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ-૨૦૨૬ માટે મગફળી અને સોયાબીન બિયારણની ઓનલાઇન નોંધણી શરૂ
ખેડૂત મિત્રો માટે અગત્યના સમાચાર! જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) દ્વારા આગામી ખરીફ-૨૦૨૬ ઋતુમાં વાવેતર માટે ખેડૂતોને મગફળી અને સોયાબીનનું શુદ્ધ અને પ્રમાણિત બિયારણ પૂરું પાડવા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ખેડૂત મિત્રો યુનિવર્સિટીનું બિયારણ મેળવવા માંગતા હોય, તેમણે નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અગત્યની તારીખ અને વેબસાઇટ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦-૦૩-૨૦૨૬ (30 માર્ચ 2026)
અરજી માટેની વેબસાઇટ: www.jau.in
કયા પાક અને કઈ જાતનું બિયારણ મળશે?
મગફળી (Groundnut)
જાતો: GJG-32, GG-23, GG-35, GG-39 (સર્ટીફાઈડ / ટ્રુથફુલ).
નોંધ: મગફળીનું બિયારણ માત્ર ડોડવા સ્વરૂપે જ મળશે.
નોંધ: મગફળીનું બિયારણ માત્ર ડોડવા સ્વરૂપે જ મળશે.
સોયાબીન (Soybean)
જાત: GS-4 (ટ્રુથફુલ)
બિયારણ મેળવવા માટેની અગત્યની શરતો
૦૧
અરજીની મર્યાદા: ખાતેદાર ખેડૂતોના "૮-અ" માં નોંધાયેલ નામો પૈકી કોઈ પણ એક ખેડૂત પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. એકથી વધુ અરજી રદ કરવામાં આવશે.
૦૨
જથ્થાની મર્યાદા: મગફળીમાં વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં (૨૦ વીઘા જમીન) મહત્તમ ૧૦ બેગ (૩૦૦ કિ.ગ્રા. ડોડવા) અને સોયાબીનમાં અરજીદીઠ વધુમાં વધુ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે.
૦૩
વિતરણ પ્રક્રિયા: ઓનલાઈન અરજીની ચકાસણી બાદ કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન (Randomization) ડ્રો કરવામાં આવશે. અરજી મંજુર થયેલ ખેડૂતોને રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર SMS થી જાણ કરવામાં આવશે.
૦૪
વિતરણ સ્થળ: સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નં.-૩), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ.
બિયારણ લેવા જતી વખતે ક્યા પુરાવા લઈ જવા?
- ઓનલાઈન ભરેલ અરજીની પ્રિન્ટ (સહી કરેલી)
- આધારકાર્ડની અસલ અને નકલ
- જમીનનો ૮-અ નો તાજો અસલ દાખલો (૬ મહિનાથી જૂનો નહિ)
- બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (ખાતા નંબર અને IFSC કોડ વંચાય તેવી)
ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?
1
1
વ્યક્તિગત માહિતી
ખેડૂતનું પૂરું નામ, આધાર કાર્ડ નંબર, અને મોબાઈલ નંબર ચોકસાઈથી ભરવો.
2
2
બિયારણ અને બેંક
પાકની જાત સિલેક્ટ કરી, બેંકનું નામ, એકાઉન્ટ નંબર અને બ્રાન્ચ લખવી.
3
3
જમીનની માહિતી
જમીનનો જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરી ૮-અ મુજબનો ખાતા નંબર દાખલ કરવો.
4
4
સોગંધ નામું સબમિટ
વિગતો સાચી હોવાની બાંહેધરી આપી Captcha કોડ નાખીને ફોર્મ Submit કરવું.
વધુ માહિતી અને હેલ્પલાઇન માટે સંપર્ક કરો
મેગાસીડ: (0285) 2677450 / 2675070
|
આઈટી સેલ: (0285) 2672080-90
લાઈક
3
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.