ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી - IMD ALERT
IMD ALERT

સાવધાન ખેડૂત મિત્રો! ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની ભારે આગાહી

નમસ્કાર ખેડૂત મિત્રો, રવિ પાકોની કાપણી સમયે જ ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા અત્યંત અગત્યની આગાહી જાહેર કરવામાં આવી છે. 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની પૂરી સંભાવના છે.

દિવસ અને જિલ્લા મુજબ આગાહી

બનાસકાંઠાપાટણકચ્છ જામનગરમોરબીદેવભૂમિ દ્વારકા ડાંગનવસારીવલસાડ તાપીદમણદાદરા નગર હવેલી

IMD રિપોર્ટ મુજબ ઉપર દર્શાવેલ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 40-50 KM/H ની ઝડપે પવન અને મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની (Yellow Alert) આગાહી છે. બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.

ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓ

વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. IMD રિપોર્ટ મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ભારે પવન (40-50 KM/H) સાથે કમોસમી વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બનાસકાંઠાસાબરકાંઠા અરવલ્લીદાહોદમહીસાગર

માત્ર ઉપર મુજબના ૫ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છ સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણ સુકું થવા લાગશે.

તમામ જિલ્લાઓ (સૂકું હવામાન)

સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની વધારે શક્યતા છે. ખેતીનાં રોકાયેલાં કામો આ સમયગાળામાં ખેડૂત મિત્રો સુરક્ષિત રીતે કરી શકશે.

ખેડૂત મિત્રો માટે ખાસ સલાહ

નુકસાન ટાળવા આ મુજબની તકેદારી રાખવી:

  • પાકની સુરક્ષા: ઘઉં, ચણા, અને જીરું જેવા પાકોની કાપણી કરી લીધી હોય, તો પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો.
  • તાડપત્રીનો ઉપયોગ: ખેતપેદાશ ખુલ્લામાં હોય તો તેને ફરજિયાતપણે પ્લાસ્ટિકની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેવી.
  • દવા-ખાતરનો છંટકાવ: 18 થી 20 માર્ચ વચ્ચે પવન અને વરસાદની આગાહી હોવાથી પાક પર કોઈપણ દવાનો છંટકાવ ન કરવો.
  • પિયત બંધ કરો: ભેજનું પ્રમાણ વધવાની શક્યતા હોવાથી હાલ પૂરતું ખેતરમાં પિયત આપવાનું સદંતર બંધ રાખવું.
  • માર્કેટ યાર્ડની મુલાકાત: APMC માં માલ વેચવા જતા ખેડૂતોએ માલ રસ્તામાં પલળે નહીં તેની પૂરતી વ્યવસ્થા સાથે જવું.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ
આર.એસ. બિલ્ડીંગ, અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ-380003
સંપર્ક: 079-29702418 / 29702419 / 22858020
[ BREAKING ] 19 માર્ચે આખા ગુજરાતમાં કમોસમી વરસાદની ભારે શક્યતા. [ ALERT ] 40-50 KM/H ની ઝડપે પવન ફૂંકાશે. [ NOTICE ] પાકને પલળતો અટકાવવા તકેદારી રાખવી.

લાઈક કરવા માટે લોગ ઈન કરો.