ગુજરાતમાં આગામી મહિનાથી સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની આજે સત્વાર રીતે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોએ આ માટે તારીખ :- ૧૮/૦૨/૨૫ થી તારીખ :- ૦૯/૦૩/૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્વિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ત્યાર બાદ વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તારીખ :- ૧૪/૦૩/૨૦૨૫ ના રોજથી કરવામાં આવશે, જેનો રાજયના ખેડૂતોએ વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત ખેતી નયામકની યાદીમાં જણાવાયું છે.

 

રાજ્યના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ચણાના પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

 

જયારે ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય તરે ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ હેઠળ રાજયમાં ચણા અને રાયડાના પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવે છે.

 

ગુજરાતમાંથી ચણા અને રાયડાની ખેડૂતદીઠ કેટલી માત્રામાં ખરીદી કરવામાં આવશે, તેની કોઈ સતાવાર રીતે હજી જાહેરાત થઈ નથી. આગામી દિવસોમાં નોંધણી પૂરી થયા બાદ સરકાર તેની જાહેરાત કરે તેવી સંભાવના છે.

 

આથી જે ખેડૂત મિત્રો નોંધણી કરવા માંગતા હોય તે ખાસ ગ્રામ્ય સ્તરે VCE નો સંપર્ક કરીને નોંધણી અવશ્ય કરાવે.


અરજી સમયે જરૂરી ડોકયુમેન્ટ :-

 

    • જમીનના -
    • આધારકાર્ડની ઝેરોક્ષ
    • મોબાઈલ નંબર
    • બેંક ખાતાની પાસબુકમાં બેંકની વિગતો દર્શાવતા પાનાની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક 




     

    લાઈક કરવા માટે લોગ ઈન કરો.