નમસ્કાર ખેડૂત મિત્રો

હાલ ખરીફ સીઝનમાં ખેડૂતો માટે બહુ મોટો લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખરીફ સીઝનમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાનો બોગસ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પોતાના ફાયદા માટે અયોગ્ય અને બોગસ જંતુનાશક દવાનું વેચાણ કરે છે અને જે ખેડૂતો માટે કોઈ ઉપયોગી નથી અને તે પાકને કોઈ પણ રીતે મદદરૂપ થતું નથી. જેનાથી ખેડૂતો ને આર્થિક નુકસાનમાં વધારો થશે.

હાલ ૧૯ જીલ્લામાં કાર્યરત દવા ઉત્પાદન યુનિટમાંથી ૯૧ જેટલાં શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યાં છે અને ૧૦૭ ઉત્પાદકોને નોટીસ પણ આપવામાં આવી છે.

તો તમામ ખેડૂતો ને નમ્ર વિનંતી કે દવા ખરીદતી વખતે યોગ્ય માર્ગદર્શન હેઠળ દવાની ખરીદી અને છંટકાવ કરવો. આપ એગ્રીબોન્ડ સાથે જોડાઈને યોગ્ય માર્ગદર્શન મેળવીને દવાની ખરીદી અને ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.

આપ એગ્રીબોન્ડ ના પૂછો પ્રશ્નમાં દવા વિશે જાણકારી મેળવી શકો છો. દવાનો ફોટો મોકલીને પણ તેની માહિતી મેળવી શકો છો.

આથી તમામ ખેડૂતો ને નમ્ર વિનંતી યોગ્ય માર્ગદર્શન લઈને બિયારણ, દવા, ખાતર વગેરે નો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.

 

અમારો એકમાત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃધ્ધ બનાવવી છે.

 

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.