ખેડૂત મિત્રો, તૈયાર રહો!
જૂનાગઢ કૃષિ
યુનિવર્સિટી દ્વારા
રવી-૨૦૨૫-૨૬ ઋતુ
માટે દેશી
ચણાની GJG-3, GG-5, GJG-6, GG-7 અને કાબુલી
ચણાની GKG-1, જીરૂની GC-4 અને ઘઉંની
Lok-1 અને GW-496 જેવી ગુણવત્તાયુક્ત જાતોના સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણ માટે
ઓનલાઈન નોંધણી
શરૂ થવાની
છે.
- નોંધણી શરૂ:
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- છેલ્લી તારીખ:
૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નોંધણી માટે:
www.jau.in
કોણ નોંધણી કરી શકે?
જે ખેડૂત
મિત્રએ એક
પાક અને
એક જાત
માટે અરજી
કરશે, તેને તે
જ જાતનું
બિયારણ મળશે.
બે હેક્ટર
સુધી જમીનની
મર્યાદામાં:
- ચણા – વધુમાં વધુ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.)
- જીરૂ – ૫ બેગ (૧૦ કિ.ગ્રા.)
- ઘઉં – ૧૦ બેગ
(૪૦૦ કિ.ગ્રા.)
નોંધણી કર્યા પછી કેવી રીતે ખબર પડશે?
- અરજી મંજૂર
થયા પછી,
તમારા મોબાઇલ
નંબર પર
SMS દ્વારા બિયારણના
વેચાણ/વિતરણ
અંગે માહિતી
મળશે.
- જો તમારા
મોબાઇલમાં DND (Do Not Disturb) સક્રિય હોય
તો SMS મળતો નથી
– કૃપયા તેને
બંધ કરો!
- નેટવર્ક સમસ્યાઓ
હોય તો
પણ SMS ન મળી શકે,
પરંતુ વેબસાઈટ
પર મંજૂર
થયેલ ખેડૂતમિત્રોની યાદી મુકવામાં
આવશે.
બિયારણ ક્યાંથી મળશે?
- વેચાણ અને
વિતરણ સીડ
હબ ગોડાઉન
(યુનિવર્સિટી ગેટ
નં. ૩), બીજ વિજ્ઞાન
અને તકનિકી
વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,
જૂનાગઢ કૃષિ
યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે
કરવામાં આવશે.
જરૂરી સૂચનાઓ:
- નોંધણી કરતા
પહેલા શરતોનો
અભ્યાસ કરો
- મોબાઇલ નંબર
સાચો અને
કાર્યરત હોવો
જોઈએ
- રોજ વેબસાઈટ
www.jau.in
તપાસો
- કોઈ પ્રશ્ન
હોય તો
સંપર્ક કરો:
૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ (પીબીએક્ષ ૪૫૦)
હવે જ તૈયારી શરૂ કરો!
- આ તક
તમારા પાક
માટે ઉત્તમ
ગુણવત્તાનું બિયારણ
મેળવવાની છે.
સમયસર અરજી
કરો અને
તમારા ખેતરમાં
વધુ ઉપજ
માટે આગળ
વધો!
હમણા જ www.jau.in પર જઈ તમારી નોંધણી કરો!
ખેડૂતને મળશે ૭૮% સબસિડી
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો :- https://agribond.short.gy/agbond-products
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.