જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી (સર્ટીફાઈડ/ટ્રુથફુલ) અને સોયાબીન (ટ્રુથફુલ) બિયારણના
વેચાણની ઓનલાઈન નોંધણી બાબત
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG-22 (ટ્રુથફૂલ) અને GJG-32 (સર્ટીફાઈડ/ટ્રુથફૂલ) તથા સોયાબીનની GS-4 (ટ્રુથફૂલ) ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ. ની વેબસાઈટ www.jau.in
ઉપર તા.૨૭-૦૩-૨૦૨૫ થી તા.૦૭-૦૪-૨૦૨૫ સુધી કરવાની રહેશે.
ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે.
બિયારણ સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (૩૦૦ કિ.ગ્રા. ડોડવા) મળવાપાત્ર થશે. જયારે સોયાબીનમાં અરજીદીઠ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) મળવાપાત્ર થશે.
ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર DND એક્ટીવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂતમિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દુર કરવી. ઘણી વાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી. તો તેના માટે થઈ ને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in
ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે. જેમાં આપનું નામ હોઈ અને મેસેજ મળેલ ન હોય તો તે ખેડૂતોએ લીસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું.
આમ, બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી તેમજ ખેડૂતમિત્રોની મંજુર થયેલ યાદીનું લીસ્ટ જોવા માટે યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in
દરરોજ જોતા રહેવું.
વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના ફોન નંબર ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Shantilal morarji thanki
29 Mar, 2025હું મગફળી નુ બીયારણ ખરીદ કરવા માગુછુ.