નમસ્કાર ખેડૂત મિત્રો,
જે ખેડૂત મિત્રો ચોમાસુ મગફળી અને સોયાબીન નું વાવેતર કરવાનું હોય અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણ વિતરણ કરવામાં આવતું હોવાથી આપ કંઈ રીતે અરજી કરી શકો તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળી અને સોયાબીન (સર્ટીફાઈડ/ ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત
ઓનલાઇન અરજી કરવાની તારીખ :- તા.૧૫-૦૪-૨૦૨૪ થી તા.૨૪-૦૪-૨૦૨૪
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૩ ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG-22 અને GJG-32 ના સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ તથા સોયાબીનની GJS-3 જાતનું ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૫-૦૪-૨૦૨૪ થી તા.૨૪-૦૪-૨૦૨૪ સુધી કરવાની રહેશે.
ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે.
ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે.
બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3) ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (300 કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે.
વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું.
વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા સંબંધિત વિભાગ દ્વારા જણાવેલ છે.
અરજી કરવા માટે અહીં ક્લિક કરો :- http://www.jau.in/seeddist/
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bharatbhai Kachhadiya
15 Apr, 2024Magafadinu saru biyaran madete sari vatse