નમસ્કાર ખેડૂત મિત્રો

 

ચોમાસુ સીઝન ને લઈને હાલ ગુજરાતમાં તૈયારી પૂરજોશમાં ચાલી રહે છે તો સાથે સાથે નકલીની ભરમાર પણ વધી રહે છે.

 

હાલ મગફળી કે કપાસ અથવા અન્ય કોઈ પણ પાક હોય માર્કેટમાં બહુ બધા બિયારણો મળે છે. તો ખરીદી કરતે વખતે ખાસ કંઈક છેતરાઈ જતાં.

 

મગફળીમાં વર્ષે ગીરનાર - મા ખેડૂતોને વધારે રસ છે પણ માર્કેટમાં અને સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર પણ વધી રહ્યો છે તો ખાસ બિયારણ આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર વિક્રેતા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો.

 

જેમને કપાસ કર્યો વગર છૂટકો નથી ખેડૂત મિત્રો પણ ખાસ યોગ્ય બિયારણ યોગ્ય વિક્રેતા પાસેથી ખરીદો.

 

હાલ સોશિયલ મીડિયામાં ખોટા પ્રચાર અને અનધિકૃત બિયારણનો પ્રચાર વધી ગયો છે. જેમની લોભામણી જાહેરાતો એકવાર તો આપણું મન લલચાવે છે. આથી સારી કંપનીનું યોગ્ય પેકીંગ સાથેના બિયારણ ખરીદો.

 

ઘણા હાલ સીધું મિલમાંથી મગફળી ના બિયારણ વેચે છે જેનો કોઈ યોગ્ય સોર્સ કે ગુણવતા હોતી નથી તો ખાસ વર્ષે બિયારણ, દવા કે ખાતર આપના નજીકના વિશ્વાસુ વિક્રેતા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો.

 

કારણ કે જેનું બિયારણ બગડશે તેનું આખું વર્ષે બગડશે આથી યોગ્ય પસંદ કરી આપની ખેતીને સમૃદ્ધ કરો.

 

કપાસના પાકમાં પાયામાં કયું ખાતર આપવું? :- https://youtu.be/oJMgoYvN-To

 

મગફળીમાં પાયામાં કયું ખાતર આપવું? :- https://youtu.be/MzRcTziHR3g

 

મગફળીમાં મુંડા અને ફૂગ માટે કંઈ દવાનો પટ મારવો :- https://youtu.be/vEJbVtSenZg

 

કપાસના પાકમાં ગુલાબી ઈયળનું સંકલિત નિયંત્રણ :- https://youtu.be/d1FtkZlGc8k

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.