ઝેરમુક્ત ખેતી, રોગમુક્ત જીવન
આજકાલ એક શબ્દ આપણે દરરોજ સાંભળ્યો હશે એ એટલે ઓર્ગેનિક ખેતી.
શું હકીકતમાં આજના સમયમાં આ સંભવ છે. શું આપણે ઓર્ગેનિક ખેતી અપનાવી જોઈએ. આજે સોશિયલ મીડિયા અને ન્યુઝમાં આપણે ઘણા એવા સમાચાર વાંચીએ છીએ. વધુ પડતાં રાસાયણિક દવા અને ખાતરોનો ઉપયોગ કરવાથી શું શું પરીણામો આવે છે આપણે બધા જાણીએ જ છીએ.
ઓર્ગેનિક ખેતી અપનાવા માટેના હાલ હજારો કારણો છે. આપણી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થઈ રહ્યો છે, આપણું ખેતર આજે થોડું થોડું ઝેર ઓકી રહ્યું છે.
શું આજના સમયે આર્થિક રીતે ખેડૂતોને આ પરવડે તેમ છે. હાલ આપણે ઓર્ગેનિક ખેતી કરવી તો છે પણ કયાંથી શરૂઆત કરવી એવી પણ મૂંઝવણ છે. તો આપણે એક પ્રયત્ન તો એવો કરવો પડશે કે હાલ ૧૦૦% ઓર્ગેનિક ન કરી શકીએ પણ એક નાની શરૂઆત તો કરીએ.
આપણે એકસાથે આપણા સંપૂર્ણ ખેતરમાં ડાયરેક્ટ તો હાલના સમયમાં ઓર્ગેનિક ખેતી ન અપનાવી શકીએ પણ આખા ખેતરના ૧૦% જેટલા ભાગમાં તો આપણે એક શરૂઆત કરી શકીએ.
ધીમે ધીમે આપણે સંપૂર્ણ ખેતરમાં ઓર્ગેનિક અપનાવી શકીએ કારણ કે આર્થિક રીતે સરભર હોવું પણ આવશ્યક છે. આજના સમયમાં મોટાભાગના ખેડૂતો માટે આર્થિક રીતે સરભર રહેવા ન છુટકે રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરવો પડે છે પણ ધીમે ધીમે આપણે પરીવર્તન કરશું તો ૧૦૦% ભવિષ્યમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી શકશું.
એગ્રીબોન્ડનો એ પ્રયત્ન રહેશે કે આ માટે સંપૂર્ણ માર્ગદર્શન આપણે તમામ ખેડૂત મિત્રોને આપી શકીએ. જો તબકકાવાર જોઈએ તો હાલ જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રહેલ પોષકતત્વોનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ધ્યાન આપવું આવશ્યક છે. ધીમે ધીમે રાસાયણિક તત્વો ઓછા કરીને કુદરતી તત્વો પર ધ્યાન વધારશું જેથી આપણે ઓર્ગેનિક ખેતી પણ કરતાં થશું.
પરિવર્તન સમય માંગે છે શકય છે અડચણો બહુ આવશે પણ એક ખેડૂત તરીકે આપણે હમેશા ખેતીમાં અડચણો નો સામનો કર્યો જ છે તો પછી આને પણ પાર કરશું.
બસ આપણે વધુ નહીં પણ માત્ર ૧૦% વિસ્તારથી જ શરૂઆત કરીએ અને તેને વિસ્તૃત કરીએ જેથી કરીને આપણા પર ખોટો આર્થિક બોજ પણ ન વધે.
ઓર્ગેનિક ખેતી મૂશ્કેલ છે અશક્ય નહીં તો પહેલા આપણા પરીવારથી શરૂઆત કરીએ કે આપણો પરીવાર ઝેર મુકત ખોરાક ખાઈ ત્યારબાદ ધીમે ધીમે આપણે સમાજમાં પણ આ પરિવર્તન લાવીએ.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.