ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આવનારા સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકો ટેકાના ભાવ (MSP) પર વેચાણ કરવા માટે હવે નોંધણી શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધા ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ મળે તે માટે છે.

 

નોંધણીની તારીખોભૂલશો નહીં

 

  • સપ્ટેમ્બર થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
  • સમયગાળા દરમિયાન નોંધણી ફરજિયાત છે.
  • જે ખેડૂત નોંધણી કરશે તે ટેકાના ભાવ પર પાક વેચી શકશે.

 

ક્યાં કરશો નોંધણી?

 

  • -સમૃદ્ધિ પોર્ટલ
  • -ગ્રામ કેન્દ્રો / ગ્રામ્ય કક્ષાના સેન્ટરો
  • VCE મારફતે સંપૂર્ણપણે મફતમાં

 

નોંધણી માટે જરૂરી દસ્તાવેજોની યાદી

 

નોંધણી કરતી વખતે ખેડૂત ભાઈઓએ નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે:

1.    /૧૨ (સાત બાર) દાખલોખેતીની જમીનનો વિગતવાર રેકોર્ડ (પાકની માહિતી સહિત).

2.    - દાખલોજમીનની માલિકીનો પુરાવો.

3.    આધાર કાર્ડઓળખ પુરાવા તરીકે.

4.    જમીનધારકનું બેંક પાસબુકપૈસા સીધા ખાતામાં જમા કરવા માટે.

5.    મોબાઇલ નંબર – OTP / નોંધણીની માહિતી માટે.

6.    જો સંયુક્ત જમીન હોય તો તમામ માલિકોના દસ્તાવેજો જરૂરી.

 

વર્ષે MSP કેટલો છે?

 

પાક

MSP (પ્રતિ મણ)

મગફળી

₹1,452

મગ

₹1,753

અડદ

₹1,560

સોયાબીન

₹1,065

 

કૃષિ મંત્રીનું નિવેદન

 

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું:

ગત વર્ષે ગુજરાતના .૫૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧૬,૨૨૩ કરોડના મૂલ્યના ૨૩.૪૭ લાખ મેટ્રિક ટન પાકની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી. વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. દરેક ખેડૂત ભાઈએ સમયસર નોંધણી કરાવી લેવી જરૂરી છે.”

 

ખેડૂતો માટે માર્ગદર્શન

 

  • નોંધણી ફરજિયાત છેનોંધણી વગર MSP પર પાક વેચાણ શક્ય નથી.
  • જરૂરી તમામ દસ્તાવેજો (/૧૨, -, આધાર, બેંક ખાતું) તૈયાર રાખો.
  • -ગ્રામ કેન્દ્રો પર જઈને સરળતાથી વિનામૂલ્યે નોંધણી કરાવી શકો છો.

ખેડૂત ભાઈઓ, તક ચૂકી ના જશોસમયસર નોંધણી કરાવો અને પાકનો યોગ્ય ભાવ મેળવો.


કપાસ ઉગાડનાર ખેડૂત માટે સમાચાર ચોંકાવનારા છે

સંપૂર્ણ માહિતી વાંચો :- https://agribond.short.gy/cotton-import-alert



 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.