નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમનો ત્રીજો મહિનો પૂર્ણ થયો છે. ખાસ તો મહિને જણાવતાં દુઃખ થાય છે કે ત્રીજા મહિનામાં કોઈ ખેડૂત મિત્રને A+ ગ્રેડ મળ્યો નથી. તેના વિશે વિગતવાર આપણે પછી ચર્ચા કરીએ. હાલ તો એક નજર ત્રીજા મહિનાના આંકડાઓ પર નાખીએ.

 

 ખેડૂત મિત્રો A+ ગ્રેડ મેળવ્યો

૬૨  ખેડૂત મિત્રો A ગ્રેડ મેળવ્યો

૫૭  ખેડૂત મિત્રો B ગ્રેડ મેળવ્યો

૧૯૧  ખેડૂત મિત્રો C ગ્રેડ મેળવ્યો

૨૨૫  ખેડૂત મિત્રો પરીક્ષા ઉતીર્ણ કરી શક્યા નથી

૪૬૯  ખેડૂત મિત્રો પરીક્ષા અધૂરી છોડી છે

 

આમ કુલ ૧૦૦૪ ખેડૂત મિત્રો ત્રીજા મહિનામાં ખેડૂત તાલીમમાં ભાગ લીધો.

 

હવે અમુક ખેડૂત મિત્રો એવું કહી રહ્યા હતા કે સિસ્ટમમાં ભૂલ છે. અમુક ખેડૂત મિત્રો કહે છે, બુક ખોટી છે, પ્રશ્નમાં ભૂલ છે. તો આપ સૌ એક વાર્તા જાણતાં હશો કે શિયાળને જયારે દ્રાક્ષ મળે તો એને દ્રાક્ષ ખાટી લાગે છે.

 

એગ્રીબોન્ડ દ્વારા વારંવાર સિસ્ટમ અને પ્રશ્નોની ચકાસણી કરવામાં આવે. તેમાં કોઈ ભૂલ નથી. એગ્રીબોન્ડ ખાત્રી કરી. અમુક લોકો બધા પ્રશ્નનો ના જવાબ નું લીસ્ટ બનાવી તેના બીજા મોબાઈલ નંબર થી રજીસ્ટર કરીને ફરી પરીક્ષા આપે છે. જે એક રીતે અયોગ્ય છે. માત્ર સોનું જીતવાની લાલસા સાથે તાલીમ આપવાનો કોઈ અર્થ નથી.

 

આનાં કારણે જે સાચા હકદાર હોય છે  ઈનામથી વંચિત રહી જાય છે. ખેડૂત તાલીમ નો હેતુ ખેડૂત શિક્ષિત થાય અને ખેતીમાં સોના જેવો પાક ઉગાડે છે. માત્ર ગ્રામ સોનું તો એક પ્રોત્સાહન છે એમનાં માટે જે મહેનત કરે છે.

 

(અહીં સિસ્ટમ માં અમે જાણીએ છીએ કેટલા લોકો બુક ડાઉનલોડ કરે છે અને કેટલા લોકો બધા વિડીયો જોઈ છે. અધૂરી માહિતી સાથે ખેડૂત તાલીમમાં પરીક્ષા આપવાનો કોઈ મતલબ નથી.)

 

જો તમે તાલીમ પાસ કરી તો તમારા ગામમાં અને સગા સંબંધીમાં જે ખેતી કરે છે તેમને તમે એનો લાભ અપાવી શકો છો.

 

બે મહિનામાં જે પણ ખેડૂત મિત્રો A+ ગ્રેડ આવ્યો, તેમાંથી ઘણા ખેડૂત મિત્રો ના મેસેજ આવ્યા કે અમને ગીફટ કયારે મળશે. ઘણાં લોકો ૧૦-૧૨ વાર મેસેજ કરે. એગ્રીબોન્ડ તમામ લોકોને ગીફટ પહોંચાડયા. પણ જયારે એક ફોટો મંગાવીએ તો લોકો જવાબ નથી આપતાં.

 

એગ્રીબોન્ડ ખેડૂત મિત્રો ની તમામ પ્રકારની મદદ માટે હમેશાં તત્પર છે. પણ જો તમારા તરફથી સહયોગ ના મળે તો એનો કોઈ મતલબ નથી.

 

ખાસ બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે ખેડૂત તાલીમ ને વધુમાં વધુ શેર કરે. જેથી એગ્રીબોન્ડ ને પણ ઈનામો વધારવાની ઈચ્છા થાય. નિસ્વાર્થ ભાવે થતી સેવાનો લાભ લેવા નમ્ર વિનંતી.

 

પહેલા ખેડૂત તાલીમના બધા વિડીયો નિહાળો ત્યારબાદ ખેડૂત તાલીમ આપો :- 

https://bit.ly/FTYTPlaylist

 

ખેડૂત તાલીમમાં ભાગ લેવા અહીં ક્લિક કરો :- 

https://bit.ly/Khedut-talim




લાઈક કરવા માટે લોગ ઈન કરો.