મગફળીમાં વધારે યુરિયા ખાતર અપાતા નુકસાનસત્ય જાણો, પાક બચાવો!

 

મગફળી એવો પાક છે કે જે પોતાની જાતે હવામાંથી નાઈટ્રોજન લઇ શકે છે. એટલે કે, વધારે યુરિયા આપવાની જરૂર નથી. પણ ઘણાં ખેડૂત મિત્રો અજાણતા યુરિયા વધારે આપી દે છેઅને પછી પાકમાં ભારે નુકસાન પાછળ નુકસાન!

 

ચાલો હવે સરળ શબ્દોમાં સમજીએ કે યુરિયાનું વધારે પ્રમાણ શા માટે ખોટું છે.

 

વધારે યુરિયા આપવાથી થતા નુકસાન:

 

  • રાઇઝોબિયમ બેક્ટેરિયા નાશ પામે - મગફળીના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહે છે, જે નાઈટ્રોજન બનાવે છે. પણ જ્યારે જમીનમાં વધારે યુરિયા હોય, ત્યારે રાઈઝોબિયમની ગાંઠો નો વિકાસ અટકી જાય છે, એટલે પાકની કુદરતી ખોરાક લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. પાક કુદરતી રીતે પોષણ લઇ શકતો નથી.
  • છોડનો વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ વધારે અને ફૂલ-ફળના ઉત્પાદનમાં ઘટાડો થાય છે પરીણામે ઉપજ ઘટે છે, ખેડૂતોને નુકસાન થાય છે.
  • જીવાત અને રોગ વધે - છોડમાં કુણપ વધે છે અને નાજુક બને છે. એટલાં માટે થ્રીપ્સ, મોલો, કથીરી, પાવડરી મિલ્ડ્યુ જેવા રોગ/જીવાત ઝડપથી હુમલો કરે છે. દવાના ખર્ચમાં વધારો અને ઉપજમાં ઘટાડો.
  • પાણીની જરુરત વધે - વધુ યુરિયા આપતા છોડ વધારે પાણી પીએ છે. પાણી વધારે વાપરાય છે. જમીનમાં ભેજ વધારે થાય છે. જમીન એસીડીક બને છે અને પરિણામે પોષકતત્વોની ઉપલબ્ધતા ઘટે છે
  • જમીનની તંદુરસ્તી નાશ પામે - યુરિયાના વધારે ઉપયોગથી જમીનમાં રહેલા સારા જીવ (માઈક્રોબ્સ) નાશ પામે છે. જમીન ધીમે ધીમે નબળી થાય છે. ભવિષ્યમાં પણ પાકનું ઉત્પાદન ઘટે છે.

 

સાચો રસ્તો શું છે?


  • મગફળીમાં યુરિયા બહુ ઓછી માત્રામાં આપવી.
  • વાવેતર સમયે "રાઇઝોબિયમ કલ્ચર" જરૂરથી આપવું.
  • જમીનનું ટેસ્ટિંગ કરાવીને ખાતર આપવું.
  • ઓર્ગેનિક દવા અને બાયોસ્ટિમ્યુલન્ટ ઉપયોગ કરવો.

 

ખેડૂત ભાઈઓને સંદેશ:


  • જો ઉત્પાદન વધારવું હોય તો વધુ ખાતર નહીં પણ યોગ્ય માત્રા અને યોગ્ય ખાતર આપવું જરૂરી છે.
  • મગફળી પોતે નાઈટ્રોજન લઈ શકે છેએને વધુ યુરિયા આપવી બેકાર છે.
  • આજથી ખાતરનું યોગ્ય વપરાશ શીખો અને જમીન-પાક બંને બચાવો!

 

ઓલ ઈન વન ખરીદો અને સ્માર્ટ ફોન જીતો :-

https://agribond.short.gy/agbond-products 


ઓલ ઈન વન - ખેતીનું પાવપરપેક - સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો :-

https://agribond.short.gy/IblTRD



 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.