નમસ્કાર ખેડૂત મિત્રો

 

જે ખેડૂત મિત્રો વાવેતર સમયે Pre Emergance નિંદામણનાશક નો ઉપયોગ કર્યો હોય તેમણે હાલ કોઈ નિંદામણનાશક નો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.

 

જે ખેડૂત મિત્રો વાવેતર સમયે Pre Emergance નિંદામણનાશક નો ઉપયોગ ના કર્યો હોય અથવા જેમણે Pre Emergance વાપરતી વખતે ભૂલ થઈ હોય અને તેના લીધે નિંદામણ ઉગી નીકળ્યું હોય (પહોળા પાનવાળા અને સાંકડા પાનવાળા) તો એનું નિયંત્રણ કંઈ રીતે કરવું આજ જાણીશું.

 

ઘઉં :-

  • ઘઉં ને નુકસાન થાય તેવી ત્રણ દવા છે -
  • --ડી એમાઈન સોલ્ટ (ATTACK 24, WEEDMAR SUPER)
  • દવા પાક જયારે ૨૫ થી ૩૦ દિવસનો હોય ત્યારે કરવો એનાં પહેલાં ના કરવો.
  • દવા બે પ્રકારની આવે - એક ગેસ વાળી અને બીજી ગેસ વગરની. તો ગેસ વગર ની દવા ૪૦ મિલી/પંપ ઉપર થી છંટકાવ કરવો.
  • દવા પહોળા અને સાંકડા પાનનાં નિંદામણ માટે ઉપયોગી છે.
  • ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ ૧૫% + મેટાસલ્ફયુરોન % (TARSUS, VESTA) :- દવા ૧૬૦ ગ્રામ ના પેકેટ માં આવે છે. જે એક એકર માં પંપ દ્વારા છંટકાવ કરવો.
  • (મોટા ભાગે એક એકર માં દસ પંપ કરતાં હોઈએ તો ૧૦ લીટર પાણીમાં ૧૬૦ ગ્રામ ઓગળી ને દરેક પંપમાં એક લીટર દવા વાળું દ્રાવણ ઉમેરી ને બાકીનું પાણી થી ભરીને ઉપયોગ કરવો.)

ચણા :-

  • ચણાનાં પાકમાં પહોળા પાનવાળા નિંદામણ માટે કોઈ દવાની ભલામણ નથી પરંતુ સાંકડા પાનવાળા નિંદામણ માટે
  • પ્રોપાક્વિઝાફોપ ૧૦ ઈસી (Agil, Society) ૨૫ મિલી/પંપ છંટકાવ કરવો.

 

ખાસ નોંધ :- નિંદામણ બે-ચાર પાનવાળું હોય તો રીઝલ્ટ સારું મળશે. વધુ મોટા નિંદામણ મા દવા રીઝલ્ટ નહીં આપે. એમાં હાથ નિંદામણ કરવું.

 

હવે આવતાં અઠવાડિયે આજ લેખનો બીજો ભાગ આવશે જેમાં જીરું, ડુંગળી અને લસણ ના પાકમાં કંઈ દવા ઉપયોગ કરી શકાય અને નિંદામણ માટે થોડી અગત્યની વાતો પણ જાણીશું.

 

તો બસ આવી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.







લાઈક કરવા માટે લોગ ઈન કરો.