નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આગળ ના ભાગમાં આપણે ઘઉં અને ચણાનાં પાકમાં નિંદામણ ના નિયંત્રણ વિશે માહિતી મેળવી હવે આપણે જીરું, ડુંગળી અને લસણ ના પાકમાં નિંદામણ ના નિયંત્રણ માટે માહિતી મેળવીશું.

 

જીરું :-

  • જીરું માં છોડ ૨૫ થી ૩૦ દિવસ નો હોય ત્યારે
  • ઓક્સીડ્રાયગીલ % ઈસી (RAFT) ૪૦ મિલી/પંપ અથવા ઓક્સિફ્લુરોફેન ૨૩.% ઈસી (GOAL) ૧૦ મિલી/પંપ અથવા પ્રોપાક્વિઝાફોપ % + ઓક્સિફ્લુરોફેન ૧૨% ઈસી (DEKEL) ૧૨ થી ૧૫ મિલી/પંપ છંટકાવ કરવો.

ડુંગળી અને લસણ :-

  • ડુંગળી અને લસણ મા પણ ૨૫ થી ૩૦ દિવસ નો હોય ત્યારે ઓક્સીડ્રાયગીલ % ઈસી (RAFT) ૪૦ મિલી/પંપ અથવા ઓક્સિફ્લુરોફેન ૨૩.% ઈસી (GOAL) ૧૦ મિલી/પંપ અથવા પ્રોપાક્વિઝાફોપ % + ઓક્સિફ્લુરોફેન ૧૨% ઈસી (DEKEL) ૨૦ થી ૨૫ મિલી/પંપ છંટકાવ કરવો.

 


  • જયારે નિંદામણ બે-ચાર પાનવાળું હોય ત્યારે દવા ઉપયોગી છે.
  • એક વિઘા માં ત્રણ પંપ પાણી ઉતારવું જરૂરી છે તો રીઝલ્ટ સારું મળે.
  • કોઈપણ નિંદામણ હોય શરૂઆતનાં ૪૫ દિવસ સુધી પાક સાથે હરીફાઈ કરે છે. જો નિંદામણ દૂર કરવામાં ના આવે તો પાકને અંદાજીત ૩૫% જેટલું નુકસાન કરે છે. જેથી ૪૫ દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો.
  • પાકમાં આવી દવાનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાત ની સલાહ અવશ્ય લેવી કારણ કે એક નાની ભૂલ આપણી આખી સીઝન ખરાબ કરી શકે છે.
  •  હવે આગળ આપણે હાલમાં વાવેતર કરેલાં પાકોમાં એક મહિના પછી કંઈ દવા, ખાતર અને પિયત કંઈ રીતે આપવું તેના વિશે જાણીશું.
  •  જો નિંદામણનાશક દવાનાં વપરાશ સમયે અથવા ખેતી ને લગતો કોઈ પ્રશ્ન હોય તો એગ્રીબોન્ડ પર પૂછો પ્રશ્ન વિભાગમાં જણાવી શકો


 બસ આવી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.








લાઈક કરવા માટે લોગ ઈન કરો.