નમસ્કાર
ખેડૂત મિત્રો,
હવે
શિયાળુ પાકમાં વાવેતર થયા પછી બિયારણ અને નિંદામણ ઉગે તે પહેલાં કંઈ દવાનો ઉપયોગ કરવો
તે અહીં આપને જણાવવામાં આવે છે.
Pre Emergance :- એટલે
કે વાવેતર કરીને બિયારણ ઉગે અને નિંદામણ ઉગે તે પહેલાં જે દવા નિંદામણનાશક તરીકે ઉપયોગ
કરવામાં આવે તેને Pre Emergance કહેવામાં આવે છે.
અહીં
અલગ અલગ પાકો માટે દવા જણાવવામાં આવે છે.
જીરું :-
|
- પેન્ડીમેથાલિન ૩૦% ઈસી (STOMP, DOST, BASALIN)
- આ દવા ૧૦૦ મિલી/પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ૧ લીટર/એકર પાણીમાં આપવી.
|
ધાણા :-
|
- પેન્ડીમેથાલિન ૩૦% ઈસી (STOMP, DOST, BASALIN)
- આ દવા ૧૦૦ મિલી/પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ૧ લીટર/એકર પાણીમાં આપવી.
|
ઘઉં :-
|
- પેન્ડીમેથાલિન ૩૦% ઈસી (STOMP, DOST, BASALIN)
- આ દવા ૧૦૦ મિલી/પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ૧ લીટર/એકર પાણીમાં આપવી.
|
ચણા :-
|
- પેન્ડીમેથાલિન ૩૦% ઈસી (STOMP, DOST, BASALIN)
- આ દવા ૧૦૦ મિલી/પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ૧ લીટર/એકર પાણીમાં આપવી.
|
ડુંગળી :-
|
- જો ડુંગળીમાં પુંખીને
બીજ દ્વારા વાવેતર કરતાં હોય તો કોઈ નિંદામણનાશક ની ભલામણ નથી.
- પરંતુ રોપ વાવતાં હોય
અથવા ગાઠીયા/કળી વાવતાં હોય તો
- પેન્ડીમેથાલિન ૩૦% ઈસી (STOMP, DOST, BASALIN) આ દવા ૧૦૦ મિલી/પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ૧ લીટર/એકર પાણીમાં આપવી. + (તેની સાથે)
ઓક્સિફ્લુરોફેન ૨૩.૫% ઈસી (GOAL) આ દવા
૧૦ મિલી/પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ૧૦૦
મિલી/એકર પાણીમાં આપવી.
|
- ઈસબગુલ
નું વાવેતર કરતાં ખેડૂત મિત્રો ને જણાવવાનું કે ઈસબગુલ ના પાકમાં કોઈ પણ પ્રકારની
નિંદામણનાશક ની ભલામણ નથી માટે તેમાં કોઈ પણ દવાનાં અખતરા કરવા નહીં.
|
ખાસ નોંધ :-
|
- આ દવાનો છંટકાવ બિયારણ
અને નિંદામણ નું અંકુરણ થાય તે પહેલાં જ પંપ દ્વારા છંટકાવ કરવો અથવા ટીપે ટીપે પાણીમાં
આપવી.
- પંપ દ્વારા
છંટકાવ કરીએ ત્યારે Flat Fan Nosel (ગોળ ફુવારો થાય એવી નહીં પણ સપાટ પટૃો થાય એવી
નોઝલ) નો ઉપયોગ કરવો જેથી રીઝલ્ટ સારું મળે.
- નિંદામણનાશક દવાનો ઉપયોગ
હમેશાં સમજી વિચારીને જ કરવો.
- જે પાકોમાં જે દવાની
ભલામણ હોય અને જેટલાં પ્રમાણમાં હોય તેટલો જ ઉપયોગ કરવો.
- આ દવા વધુ વાપરીને વધુ
સારું રીઝલ્ટ મળશે એવી આશા રાખીને વધુ ડોઝ ના વાપરવો તે તમારા પાક માટે નુકસાનકારક
છે.
|
હવે આવતાં અઠવાડિયે બિયારણ
ઉગી ગયા પછી જો નિંદામણ આવે તો કયા પાકમાં કંઈ દવા વાપરવી કેટલા પ્રમાણમાં અને શું
કાળજી રાખવી એ જણાવવામાં આવશે.
તો બસ આવી જ સાચી અને
સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Ashok bhai Nagjibhai Vadi
28 Nov, 2022ધાણા ઉગી ગયા પછી કોઈ નિન્દામણ નાશક દવા ખરી ?
Sursinh solanki
20 Nov, 2022ઘવ માટે ની દવા
Hardik Patel
18 Nov, 2022Nice ?
હિતેશ ભંડેરી
16 Nov, 2022ત્રીસ દિવસ ના ધાણા માં કઈ નિંદામણ નાશક દવા નો ઉપયોગ કરવો.....
Ramji Ahir
15 Nov, 2022ઉગી ગયેલ રાયડા માટે નિંદામણ નાસક દવા બતાવશો
Rabari Jayesh
15 Nov, 2022બટાકા માટે જણાવશો ઉગી ગયા છે
Paghdal sureshbhai v.
15 Nov, 2022Sundr
Rabari Jayesh
15 Nov, 2022બટાકા માટે જણાવશો ઉગી ગયા છે
Paghdal sureshbhai v.
15 Nov, 2022Sundry I'm