નમસ્કાર ખેડૂત મિત્રો, 


હાલ ઘણા ખેડૂત મિત્રો દ્વારા એગ્રીબોન્ડ ના પૂછો પ્રશ્ન વિભાગમાં એક પ્રશ્ન વારંવાર જોવા મળી રહ્યો છે અને એ છે 

“ચણાનો છોડ ગુલાબી કે જાંબુડિયા રંગનો થાય છે અથવા છોડ પીળો પડીને સુકાઈ જાય છે.” 

તો આજે આપણે તેના વિશે માહિતી મેળવશું.


 ચણાનો છોડ ગુલાબી કે જાંબુડિયા રંગનો થવો :- 

  • હાલ ચણાના પાકમાં ઝાકળ અને વિપરીત વાતાવરણ ના કારણે ચણાના છોડ ગુલાબી અથવા જાંબુડિયા કલરનાં દેખાય છે. તો આ માટે આપ 
  • ઓર્થોસિલીક એસિડ 2% - ૧૫ મિલી/પંપ + તેની સાથે મેન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડેઝીમ ૧૨% (ફૂગનાશક પાઉડર) - ૩૫ ગ્રામ/પંપ લઈને છંટકાવ કરી શકો છો


 ચણાનો છોડ પીળો પડી ને સુકાઈ તો :- 

  • જો ચણાનો છોડ ધીમે ધીમે પીળો પડી ને પાછળ થી આખો છોડ સુકાઇ જાય તો એ માટે 
  • મેન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડેઝીમ ૧૨% અથવા મેટાલેક્સિલ ૮% + મેન્કોઝેબ ૬૪% (ફૂગનાશક પાઉડર) - ૩૫ ગ્રામ/પંપ માં લઈને છોડ પાસે ડેર્નચીંગ અથવા તો પિયત માં ૫૦૦ ગ્રામ/એકર આપી શકો છો.
  • ચણામાં સુકારા માટે ઉપરથી છંટકાવ કરવો નહીં કારણ કે મૂળમાં ફૂગનો ઉપદ્રવ હોય છે આથી જમીનમાં ટ્રીટમેન્ટ આપવી ફાયદાકારક છે. 


ચણામાં ફાલ-ફૂલ વધારવા માટે :- 

  • જો હાલ ફૂલ આવી રહ્યાં હોય અને પોપટા બેસી રહ્યાં હોય તો તેને વધારવા માટે આપ 
  • ૦૦:૫૨:૩૪ (પાણીમાં દ્વાવ્ય ખાતર) :- ૭૫ ગ્રામ/પંપ
  • Godrej કંપનીનું Double :- ૧૦ મિલી/પંપ 
  • ઉપરોક્ત ખાતર અને દવાનો આપ ઉપયોગ કરી શકો છો. 
  • આ સિવાય હાલ બજારમાં ઘણી કંપનીનાં ફાલ ફૂલ વધારવાની દવા અને ખાતર ઉપલબ્ધ છે તો સંપૂર્ણ ચકાસણી કરીને તેનો પણ ઉપયોગ કરી શકો છો. 


 ચણામાં લીલી ઈયળ નો ઉપદ્રવ :- 

  • જેમ જેમ ફાલ-ફૂલ વધશે તેમ તેમ ચણામાં લીલી ઈયળ નો ઉપદ્રવ વધે છે તો એ માટે
  • કોરેજેન (Coragen) દવા - ૫ મિલી/પંપ નાખીને છંટકાવ કરી શકો છો. 


હાલ ચણાનાં પાકમાં ઉપરોક્ત જણાવેલ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે તો તેની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવેલ છે. 


હવે આપણે ફરી મળશું એક નવા પ્રશ્ન નાં નિવારણ માટે અને આપને સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી મળે તેવો પૂર્ણ પ્રયાસ કરશું.

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.