નમસ્કાર ખેડૂત મિત્રો

 

અહીં પોસ્ટરમાં દેખાય છે તેવી વિકૃતિ ઘણીવાર પાકમાં જોવા મળતી હોય છે. અમુક ખેડૂત મિત્રો તરફથી આવે ફોટા પણ મળ્યાં છે તો કયાં કારણથી છે અને શું પગલાં લેવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

 

કારણો :-

 

  • ટુ ફોર ડી અથવા તો અન્ય કોઈ નિંદામણ નાશક દવા વાળા પંપથી દવા છાંટવામાં આવી હોય તો આવું થાય છે
  • સેઢાપાડા ઉપર ટુ ફોર ડી ના દ્રાવણ માં એક કપડાનો ટુકડો બોલીને બાવળની જાળીમાં લટકાવી દેવામાં આવે તો તેની હવાથી પણ આવી વિકૃતિ આવે છે
  • આજુબાજુમાં ક્યાંય નિંદામણ નાશક દવા બનાવતી ફેક્ટરી હોય તો પણ તેની અસરો થઈ શકે છે
  • એક્સપાયરી ડેટ વાળી દવા હોય તો તેના કારણે પણ આવી વિકૃતિ જોવા મળે છે
  • એક કરતાં વધુ દવાઓનું મિશ્રણ કરવામાં આવ્યું હોય અને બે દવાઓ વચ્ચે કોમ્પેટેબિલિટી ના હોય તો પણ પ્રકારની રિએક્શન આવવાની શક્યતા હોય છે.

 

કોઈ રોગ નથી અને જીવાતથી પણ આવી ખરાબ અસરો થતી નથી.

 

ઉપાયો :-

 

  • સૌપ્રથમ આવા વિકૃત થયેલી ટોચને હાથેથી કાપી લેવી જોઈએ દાતરડા કે કટરથી પછી જે નવી ફુટ આવશે તે નોર્મલ પાન આવશે
  • આમ કરવામાં આવે તો આશરે 25 થી 35 દિવસ સુધી પરિસ્થિતિ રહેશે અને ત્યારબાદ જે કંઈ નવો ગ્રોથ આવશે નોર્મલ પાન હશે
  • કપાસના પાક ઉપર કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ નામના ખાતર નો છંટકાવ કરવામાં આવશે તો કંઈક અંશે રાહત જોવા મળી શકે છે. બે ટકા યુરિયાનું દ્રાવણ પણ છાંટી શકાય. નેનો યુરિયા કેવા પ્રકારની અસર કરે છે તેની માહિતી ઉપલબ્ધ નથી.
  • આમાં કોઈ દવા અસર કરતી નથી એટલે ખોટા ખર્ચા કરવા નહીં
  • ખૂબ ઊંડાણપૂર્વક હિસ્ટ્રીમાં જઈને ખરેખર કયા પ્રકારની દવાઓ ક્યારે છાંટી હતી અથવા આજુબાજુના કોઈ ખેડૂતે પણ નિંદામણ નાશક દવા છાટી હતી કે કેમ તેની તપાસ કરવા વિનંતી વિકૃતિ જેથી ખરા કારણો મળે

 

કપાસમાં લિફ્ કર્લ વાયારસ CLCV -  વાયરસથી થતો એક રોગ છે પણ તે ક્યારેક પંજાબ બાજુ દેખાય છે બાકી પાકિસ્તાનના કપાસમાં થતો રોગ છે અને ગુજરાતમાં મોટાભાગે ક્યાંય પણ જોવા મળતો નથી.

 

અમને આશા છે કે માહિતી આપનાં માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો માહિતી ને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી.




લાઈક કરવા માટે લોગ ઈન કરો.