તાજેતરના વરસાદથી રાજ્યના ઘણા ખેડૂતોને પાકનું મોટું નુકસાન થયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પિયત અને બિનપિયત બંને ખેતી ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મુજબ 2 હેક્ટર સુધી સહાય આપવામાં આવશે.

 

આ સહાય મેળવવા માટે 14 નવેમ્બર (શુક્રવાર) બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અરજીનો સમયગાળો 15 દિવસનો રહેશે.

 

1. સહાય કેટલા મળશે?

  

  • 1 હેક્ટર માટે: 22,000 રૂપિયા
  • મહત્તમ મર્યાદા: 2 હેક્ટર

 

અર્થાત, એક ખેડૂતને વધુમાં વધુ 44,000 રૂપિયા સુધીની સહાય મળશે. પિયત અને બિનપિયત – બંને માટે દર સરખો રાખવામાં આવ્યો છે.


રાજ્યના 16,500 થી વધુ ગામોના ખેડૂત મિત્રો આ સહાયનો સીધો લાભ મેળવી શકશે.

 

2. ઓનલાઈન અરજી ક્યારે કરવી?

 

  • શરૂ: 14 નવેમ્બર, બપોરે 12 વાગ્યે
  • સમયગાળો: 15 દિવસ
  • સરકાર જરૂર પડે તો અરજી સમય મર્યાદા વધારી પણ શકે છે.

 

3. અરજી ક્યાં કરવી?

 

  • ખેડૂતોએ અરજી કરવાની રહેશે: https://krp.gujarat.gov.in
  • પરંતુ અરજી ખેડૂત પોતે નહીં કરે.
  • ગામ પંચાયત ખાતેના VCE/VLE મારફતે જ અરજી કરવી રહેશે.

  • અરજી માટે કોઈ ફી નથી. સંપૂર્ણ મફતમાં અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.

 

4. સહાય કેવી રીતે મળશે?

 

  • અરજી આવે તેમ તાત્કાલિક ચકાસણી કરવામાં આવશે
  • પાત્ર ખેડૂતનો સહાય રકમ સીધી જ DBT મારફતે બેંક ખાતામાં PFMS/RTGS દ્વારા જમા થશે
  • કોઈ મધ્યસ્થી નહિ, સીધું બેંકમાં જમા થતું વળતર

 

5. અરજી માટે જરૂરી દસ્તાવેજો

 

ખેડૂતોએ VCE/VLE સેન્ટર પર નીચેના દસ્તાવેજ સાથે જવું રહેશે:

  • 7/12 અને 8A
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાક નુકસાનના ફોટા (વૈકલ્પિક – ફરજીયાત નથી)

 

6. સર્વે ન થયો હોય તો પણ અરજી કરી શકાશે

 

ખેડૂત મિત્રોને ખાસ રાહતરૂપ નિર્ણય એ છે કે તમારા ખેતરનો સર્વે ન થયો હોય, તેમ છતાં પણ તમે આ સહાય માટે અરજી કરી શકશો. આ નિર્ણય ઘણા ખેડૂતો માટે સકારાત્મક સાબિત થશે.

 

7. ખેડૂતને આ પેકેજ કેમ ફાયદાકારક છે?

 

  • સીધું પાક નુકસાનનું વળતર
  • સરળ ઓનલાઈન પ્રક્રિયા
  • કોઈ ફી કે વધારાનું વેતણ નહિ
  • સીધું DBT દ્વારા બેંકમાં જમા
  • પિયત અને બિનપિયત બંને માટે સમાન સહાય
  • સર્વે ન થયો હોય તો પણ અરજી શક્ય

આ પેકેજ ખેડૂતોને મુશ્કેલીના સમયમાં ઝડપી અને ઉપયોગી મદદ આપવા માટે બનાવવામાં આવ્યું છે.



ઘઉંમાં ક્યારે અને કેટલું પિયત આપવું? વધુ ફૂટ માટે શું કરવું — વીડિયો અહીં જુઓ :-

https://www.youtube.com/watch?v=Sap1gYoBN1A&feature=youtu.be




લાઈક કરવા માટે લોગ ઈન કરો.