ચણાના પાકની સંપૂર્ણ માર્ગદર્શિકા

ચણાના પાકમાં પાંદડા પીળા, જાંબુડિયા કે લાલ થઈ રહ્યા છે?

જાણો સંપૂર્ણ માહિતી

ચણાનો પાક જ્યારે ખેતરમાં લહેરાતો હોય ત્યારે અચાનક પાન પીળા, લાલ કે જાંબુડિયા થવા લાગે તો ખેડૂતો ચિંતામાં મુકાઈ જાય છે. આ રોગ નથી પણ જમીન, મૂળ અને પોષક તત્વોની ઉણપનો સંકેત છે.
૧. પાન પીળા પડવા: નિદાન અને ઉપાય

નાઈટ્રોજનની ઉણપ

  • ચણાના મૂળમાં રહેલી રાઈઝોબિયમ ગાંઠો જો નબળી હોય, તો હવામાંથી નાઈટ્રોજન લેવાની પ્રક્રિયા અટકી જાય છે.
  • ઓળખવાની રીત: પીળાશ હંમેશા નીચેના જૂના પાન થી શરૂ થઈને ઉપર તરફ ફેલાય છે.
નિયંત્રણના પગલાં:
  • ૧૯:૧૯:૧૯ ખાતર ૧૦૦ ગ્રામ
  • એગ્રીબોન્ડ ઓલ ઇન વન ૧૦ ગ્રામ પ્રતિ પંપ
  • મિશ્રણ કરી વહેલી સવારે છંટકાવ કરવો.

સુકારો (ફૂગજન્ય રોગ)

  • જ્યારે છોડ અચાનક સુકાવા લાગે ત્યારે આ તપાસ અચૂક કરવી.
  • ઓળખવાની રીત: છોડને ઉખેડીને તેના મુખ્ય થડને વચ્ચેથી ચીરો. જો અંદર કાળી લીટી દેખાય, તો તે સુકારો છે.
નિયંત્રણના પગલાં:
  • કાર્બેન્ડાઝીમ + મેન્કોઝેબ ૪૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ વાપરવું.
  • છોડના મૂળમાં ઉતરે તેમ પિયત સાથે ડ્રેન્ચિંગ કરવું વધુ અસરકારક છે.
૨. પાન જાંબુડિયા કે રીંગણી થવા

ફોસ્ફરસની ઉણપ

  • શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધે ત્યારે મૂળ જમીનમાંથી ફોસ્ફરસ ખેંચવાની ક્ષમતા ગુમાવે છે.
  • મુખ્ય લક્ષણ: પાન નાના અને સાંકડા થઈ જાય છે અને રંગ જાંબલી દેખાય છે.
નિયંત્રણના પગલાં:
  • ૧૨:૬૧:૦૦ ૭૫ ગ્રામ અથવા ૦:૫૨:૩૪ ૮૦ ગ્રામ ખાતર
  • ચિલેટેડ ઝિંક ૧૦ થી ૧૫ ગ્રામ પ્રતિ પંપ
૩. પાન લાલ થવા: ગંભીર સંકેતો

મેગ્નેશિયમની ઉણપ

  • ઓળખવાની રીત: પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ લાલ રંગનો થાય છે.
નિયંત્રણના પગલાં:
  • મેગ્નેશિયમ સલ્ફેટ ૫૦ થી ૭૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.

લાલિયો / સ્ટંટ વાયરસ

  • આ સમસ્યા મોલો-મશી દ્વારા એક છોડમાંથી બીજા છોડમાં ફેલાય છે.
  • ઓળખવાની રીત:
  • પાન એકદમ કડક અને બરડ થઈ જાય છે. હાથથી દબાવતા તે તરત તૂટી જાય છે.
નિયંત્રણના પગલાં:
  • એસીફેટ ૭૫% ૨૦ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ મિલી
  • સાથે એગ્રીબોન્ડ ઓલ ઇન વન ૧૦ ગ્રામ પ્રતિ પંપ ઉમેરવું.
૪. પાનની કિનારીઓ બળવી

પોટાશની ઉણપ

  • ઓળખવાની રીત: પાનની કિનારીઓ દાઝી ગઈ હોય તેવી દેખાય છે.
નિયંત્રણના પગલાં:
  • પોટેશિયમ સલ્ફેટ ૦:૦:૫૦ ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ વાપરવું.

ક્ષારની સમસ્યા

  • મુખ્ય લક્ષણ: ખારું પાણી અથવા જમીનમાં વધુ ક્ષાર હોવાના કારણે કિનારીઓ પીળી થઈને બળે છે.
નિયંત્રણના પગલાં:
  • પિયત હળવું આપવું અને જમીનમાં જીપ્સમનો ઉપયોગ કરવો.

ઝડપી નિદાન કોષ્ટક

પાનનો રંગ મુખ્ય સમસ્યા સચોટ ઈલાજ
પીળોનાઈટ્રોજન / સુકારો૧૯:૧૯:૧૯ / ફૂગનાશક
જાંબલીફોસ્ફરસની ઉણપ૦:૫૨:૩૪ + ઝિંક
લાલમેગ્નેશિયમ / વાયરસમેગ્નેશિયમ સલ્ફેટ / એસીફેટ
બળેલ કિનારીપોટાશ / ક્ષાર SOP / જીપ્સમ
નોંધ: પાકના સર્વાંગી વિકાસ માટે એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે.

લાઈક કરવા માટે લોગ ઈન કરો.