|
1
ફ્લાવરિંગ (ફૂલ આવવાનો સમય) Flowering Time
વાવેતર કર્યા બાદ ૫૮ થી ૬૪ દિવસમાં ૫૦% ફૂલ બેસવાની શરૂઆત થઈ જાય છે.
ફાયદો: વહેલું ફ્લાવરિંગ આવવાથી પાકનું જીવનચક્ર સમયસર ચાલે છે અને પાછળના સમયે ઠંડી કે ગરમીની આડઅસર ઓછી થાય છે.
2
પાકનો સમયગાળો (પહેલી માળ) Crop Duration (First Spike)
૧૧૦ થી ૧૧૫ દિવસમાં પહેલી મુખ્ય માળ પાકીને તૈયાર થઈ જાય છે.
ફાયદો: જે વિસ્તારમાં પાણીની અછત હોય અથવા શિયાળુ પાક માટે ખેતર ખાલી કરવું હોય, ત્યાં આ જાત ખૂબ અનુકૂળ આવે છે કારણ કે તે ખેતરમાં બહુ લાંબો સમય રોકી રાખતી નથી.
3
રોગ સામે રક્ષણ (સુકારો) Wilt Resistance
આ જાતમાં સુકારા (Wilt) સામે ખાસ પ્રતિકારક શક્તિ રહેલી છે.
ફાયદો: ખેડૂતનો પાક ભરપૂર ફાલમાં હોય ત્યારે સુકાતો નથી. છોડ છેક સુધી લીલોછમ રહે છે, જેથી દવાનો ખર્ચ બચે છે અને ઉત્પાદન ઘટતું નથી.
4
માળનો દેખાવ અને વિકાસ Spike Appearance & Development
આ જાતની માળો મોટી, ભરાવદાર અને ગુચ્છેદાર (ઘાટી) હોય છે.
ફાયદો: માળમાં દાણાની સંખ્યા વધારે હોય છે. માળ જેટલી લાંબી અને ભરેલી હોય, તેટલું વજન વધારે ઉતરે છે, જેનાથી સીધો ઉત્પાદનમાં વધારો થાય છે.
1
જમીનની તૈયારી Land Preparation
- દિવેલાના મૂળ જમીનમાં ઊંડે સુધી જતા હોવાથી ઉનાળામાં ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે.
- ચોમાસા પહેલાં કરબ અને સમાર મારી ઢેફાં ભાંગી જમીનને સમતળ અને ભરભરી બનાવવી.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, રેતાળ અને મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.
- આબોહવા: દિવેલાને ગરમ અને સૂકું વાતાવરણ અનુકૂળ રહે છે, પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
3
બીજ માવજત Seed Treatment
- જમીનજન્ય રોગો અટકાવવા માટે ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશક દવાનો પટ આપવો.
- સુકારો અટકાવવા બીજને ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૧૦ ગ્રામ/૧ કિલો બીજ) નો પટ આપવો.
4
વાવેતર સમય Sowing Time
- સામાન્ય રીતે જુલાઈ માસથી ઓગસ્ટના પ્રથમ પખવાડિયા સુધી વાવેતર કરવું શ્રેષ્ઠ છે.
- વહેલા વાવેતરથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો થાય છે.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: સંકર જાતો માટે હેક્ટરે ૫ થી ૬ કિલોગ્રામ પ્રમાણિત બિયારણ પૂરતું છે.
- અંતર: જમીનની ફળદ્રુપતા મુજબ ૧૨૦ x ૬૦ સે.મી. અથવા ૯૦ x ૬૦ સે.મી. ના અંતરે વાવેતર કરવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: હેક્ટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર અને વાવણી વખતે ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
- પૂર્તિ ખાતર: બાકીનો ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન બે સરખા હપ્તે (વાવણી પછી ૪૦ અને ૭૦ દિવસે) આપવો. (કુલ ભલામણ: ૧૨૦:૫૦:૦૦ NPK).
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- દિવેલાને સામાન્ય રીતે ૫ થી ૬ પિયતની જરૂર પડે છે.
- નાજુક અવસ્થાઓ: મુખ્ય અને ગૌણ માળ આવવાની શરૂઆત થાય ત્યારે અને બીજ ભરાવાના સમયે પિયતની ખેંચ ન પડવા દેવી.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- પાક શરૂઆતના ૪૫ થી ૬૦ દિવસ સુધી નિંદામણ મુક્ત રહેવો જોઈએ. તે માટે ૨ થી ૩ આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ તુરત જ પેન્ડીમીથેલીન (૧ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) છાંટી શકાય.
9
જીવાત નિયંત્રણ Pest Management
- ઘોડિયા ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઈયળ: નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) છાંટવી.
10
રોગ નિયંત્રણ Disease Management
- મૂળખાઈ / સુકારો: રોગ પ્રતિકારક જાતો (જેમ કે GCH-7, GCH-9) નું વાવેતર કરવું. જમીનમાં ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૨.૫ કિ.ગ્રા./હેક્ટર) આપવું.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- દિવેલાની માળના દોડવા ભૂખરા રંગના થાય અને સુકાવા લાગે ત્યારે માળની કાપણી કરવી.
- દોડવા ફાટીને દાણા નીચે ન વેરાય તે માટે સમયસર કાપણી કરવી જરૂરી છે.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપેલી માળોને ખળામાં લાવી સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવવી.
- માળ બરાબર સુકાઈ જાય ત્યારબાદ લાકડાની મોગરીથી કે થ્રેશરની મદદથી દાણા અલગ કરી, સાફ કરી સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




