|
1
પાકવાનો સમય (મધ્યમ ગાળાની જાત) Maturity Time (Medium Duration)
આ મકાઈનો પાક આશરે ૯૦ થી ૧૦૦ દિવસમાં કાપણી માટે તૈયાર થઈ જાય છે (વાવેતરની ઋતુ મુજબ થોડો ફેરફાર હોઈ શકે).
ફાયદો: મધ્યમ ગાળામાં પાકતી હોવાથી ખેડૂતોને બીજી સીઝનનો પાક લેવા માટે પૂરતો સમય મળી રહે છે.
2
દાણાની ગુણવત્તા અને કલર Grain Quality & Color
આ મકાઈના દાણા એકદમ વજનદાર અને આકર્ષક સોનેરી-પીળા રંગના હોય છે.
ફાયદો: દાણાની ગુણવત્તા ઉત્તમ હોવાથી બજારમાં વેપારીઓ આનો ઉંચો ભાવ આપે છે.
3
ડોડાનો વિકાસ Cob Development
સામાન્ય રીતે મકાઈમાં ડોડાની ઉપરની ટોચ ખાલી રહેતી હોય છે.
ખાસિયત: રાજી-ગોલ્ડમાં ડોડા લાંબા હોય છે અને છેક ઉપર સુધી દાણાથી ચિક્કાર ભરાયેલા રહે છે.
4
મજબૂત છોડ (પડવા સામે રક્ષણ) Strong Plant & Lodging Resistance
આનો છોડ જાડો અને મૂળિયાં જમીનમાં ઊંડે સુધી મજબૂતીથી પકડ ધરાવે છે.
ફાયદો: આના કારણે ભારે પવન કે વરસાદમાં પણ પાક જલ્દી આડો પડતો નથી.
5
'સ્ટે ગ્રીન' (લીલોછમ ચારો) Stay Green (Green Fodder)
આ વેરાયટીની સૌથી મોટી ખાસિયત એ છે કે ડોડા પાકી જાય તો પણ છોડ છેક સુધી લીલોછમ રહે છે.
ફાયદો: આનાથી ખેડૂતને મકાઈના ઉત્પાદન સાથે પશુઓ માટે પૌષ્ટિક અને મીઠો લીલો ચારો પણ મળી રહે છે.
6
રોગ અને જીવાત સામે રક્ષણ Pest & Disease Resistance
આ રિસર્ચ હાઈબ્રીડ હોવાથી પાનનો સુકારો અને થડ કોરી ખાનાર ઈયળ જેવી મુખ્ય સમસ્યાઓ સામે લડવાની આની ક્ષમતા ઘણી સારી છે.
ફાયદો: રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી પાક તંદુરસ્ત રહે છે અને દવાનો ખર્ચ ઘટે છે.
7
ડબલ ડોડા બેસવાની ક્ષમતા Double Cob Bearing Capacity
જો યોગ્ય માવજત કરવામાં આવે તો મોટાભાગના છોડ પર બે મોટા ડોડા બેસવાની ક્ષમતા ધરાવે છે.
ફાયદો: એક જ છોડ પર બે ડોડા બેસવાથી ઉત્પાદન અને ખેડૂતની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે.
8
વાવેતર માટે અનુકૂળ રાજ્યો અને સીઝન Suitable Regions & Seasons
આ વેરાયટી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને ઉત્તર પ્રદેશના વાતાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે.
ખાસિયત: તે ખરીફ (ચોમાસું), રવિ (શિયાળુ) અને ઉનાળુ એમ ત્રણેય સીઝનમાં ઉત્તમ પરિણામ આપે છે.
1
જમીનની તૈયારી Land Preparation
- ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેથી અગાઉના પાકના અવશેષો અને જીવાતોનો નાશ થાય.
- ચોમાસા પહેલાં કરબ અને સમાર મારી ઢેફાં ભાંગી જમીનને સમતળ અને ભરભરી બનાવવી.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: મકાઈને સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, મધ્યમ કાળી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.
- આબોહવા: ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ રહે છે. પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
3
બીજ માવજત Seed Treatment
- જમીનજન્ય રોગોથી બચવા માટે ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશક દવાનો પટ આપવો.
4
વાવેતર સમય Sowing Time
- ચોમાસુ (ખરીફ): જૂન-જુલાઈ મહિનામાં વરસાદની શરૂઆતે વાવેતર કરવું.
- શિયાળુ (રવિ): ઓક્ટોબરના અંતથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણિત બિયારણ વાપરવું.
- અંતર: બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૨૦ સે.મી. નું અંતર રાખી વાવણી કરવી.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર અને વાવણી વખતે ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન તથા ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
- પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ થી ૪૦ દિવસે બાકીનો ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવો.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- નાજુક અવસ્થાઓ: છોડ ઢીંચણસમા થાય ત્યારે (૩૫-૪૦ દિવસ), ચમરી (તૂરા) આવવા સમયે (૫૦-૫૫ દિવસ) અને ડોડામાં દાણા ભરાતી વખતે (૭૦-૭૫ દિવસ) ભેજની ખેંચ ન પડવા દેવી.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- વાવણી બાદ અને બીજના ઉગાવા પહેલાં એટ્રાઝીન (૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- પાક ૨૦ થી ૩૦ દિવસનો થાય ત્યારે એક આંતરખેડ કરવી અને જરૂર મુજબ હાથ નિંદામણ કરવું.
9
જીવાત નિયંત્રણ Pest Management
- લશ્કરી ઈયળ (Fall Armyworm) અને ગાભમારાની ઈયળ: નિયંત્રણ માટે સ્પીનોસાદ (૪૫ એસ.સી.) ૫ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
10
રોગ નિયંત્રણ Disease Management
- પાનનો સુકારો (Leaf Blight): રોગના લક્ષણો જણાય તો મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (૨૬ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- ડોડાના છોતરા (પાન) સુકાઈ જાય, ભૂખરા રંગના થાય અને દાણા કઠણ થઈ જાય ત્યારે ડોડા તોડી લેવા.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપણી કરેલા ડોડાને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવી, થ્રેશરની મદદથી દાણા કાઢી લેવા.
- દાણામાં ૧૦-૧૨% ભેજ રહે ત્યારે તેને સાફ કરી ભેજમુક્ત અને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




