|
1
પાકવાનો સમય Maturity Time
આ જાત ૯૫ થી ૧૦૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
ફાયદો: આ એક જલ્દી (વહેલી) પાકવાવાળી જાત છે, જેથી ખેડૂતોને પાણી અને સમયની ખૂબ બચત થાય છે.
2
છોડનો પ્રકાર અને ડાળીઓ Branching
આ છોડમાં ડાળીઓ (શાખાઓ) છેક નીચેથી જ ફૂટવાની શરૂઆત થાય છે.
ફાયદો: ડાળીઓની સંખ્યા વધારે હોવાથી છોડનો ઘેરાવો સારો થાય છે, જેનો સીધો ફાયદો ઉત્પાદન વધારવામાં જોવા મળે છે.
3
ઉત્પાદન ક્ષમતા Yield Capacity
વધારે ડાળીઓ અને સારા ઘેરાવાને કારણે આ જાત વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
ખાસિયત: આ જાતની અંદાજિત ઉત્પાદન ક્ષમતા ૧૮૦૦ થી ૨૦૦૦ કિલો પ્રતિ હેક્ટર (Kg/Ha) જેટલી છે.
4
રોગ પ્રતિકારક શક્તિ Disease Resistance
આ જાત રોગ અને જીવાત સામે લડવાની સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.
ફાયદો: પાકને રોગ સામે રક્ષણ મળતું હોવાથી પાક સુરક્ષિત રહે છે અને નુકસાનની શક્યતા ઓછી થાય છે.
5
દાણાની ગુણવત્તા Grain Quality
આ એક ઉત્તમ દાણાવાળી જાત છે.
ખાસિયત: તેના દાણા એકદમ ભરાવદાર અને ઉચ્ચ ગુણવત્તાના હોય છે.
1
જમીનની તૈયારી Land Preparation
- ચોમાસુ પાક લીધા પછી કરબ અને સમાર મારીને જમીનને બરાબર સમતળ અને ભરભરી બનાવવી.
- ભાલ જેવા વિસ્તારોમાં વરસાદના સંગ્રહિત ભેજ પર ચણા વવાતા હોવાથી, ભેજ જાળવી રાખવા જમીન સમતળ કરવી ખૂબ જ જરૂરી છે.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી અને ભેજ સંગ્રહ કરી શકે તેવી જમીન ઉત્તમ છે. ખારી કે ક્ષારવાળી જમીન માફક આવતી નથી.
- આબોહવા: ચણા એ શિયાળુ (Rabi) પાક હોવાથી, તેને ઠંડું અને સૂકું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે.
3
બીજ માવજત Seed Treatment
- સુકારો (Wilt) અટકાવવા ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાન ફૂગનાશકનો પટ અથવા ટ્રાઈકોડર્મા (૧૦ ગ્રામ/કિલો) નો પટ આપવો.
- હવામાંથી નાઇટ્રોજન મેળવવા બીજને રાઇઝોબિયમ કલ્ચર (૨૫૦ ગ્રામ/૧૦ કિલો બીજ) અને પીએસબીનો પટ આપી છાંયામાં સૂકવવું.
4
વાવેતર સમય Sowing Time
- શિયાળુ (Rabi): ચણાનું વાવેતર મુખ્યત્વે ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બરની વચ્ચે (ઠંડીની શરૂઆત થાય ત્યારે) કરવામાં આવે છે.
- વાવેતર જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે કરવું જોઈએ જેથી ઊગાવો સારો થાય.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: દેશી નાના ચણા માટે હેક્ટરે ૬૦ થી ૭૦ કિલો અને કાબુલી (મોટા) ચણા માટે હેક્ટરે ૧૦૦ કિલો બિયારણ વાપરવું.
- અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને છોડ વચ્ચે ૧૦ સે.મી. અથવા જમીનની પ્રત મુજબ ૩૦ x ૧૦ સે.મી. અંતર રાખવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: કઠોળ વર્ગનો પાક હોવાથી પાયામાં હેક્ટરે ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (અંદાજે ૮૭ કિ.ગ્રા. ડીએપી) વાવણી વખતે જ ચાસમાં ઊંડે આપવું.
- પાકને પૂર્તિ ખાતરની (ઉપરથી નાઇટ્રોજન) કોઈ ખાસ જરૂર રહેતી નથી. જમીનમાં ૨૦ કિ.ગ્રા. સલ્ફર આપવાથી ઉત્પાદન વધે છે.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- જો પિયતની સગવડ હોય તો વાવણી પહેલાં પિયત (કોરવાણ) આપી વરાપે વાવેતર કરવું.
- નાજુક અવસ્થાઓ: ડાળીઓ ફૂટવા સમયે (૩૦-૩૫ દિવસે), ફૂલ આવવાની શરૂઆતે (૪૫-૫૦ દિવસે) અને પોપટામાં દાણા ભરાવાના સમયે (૭૦-૭૫ દિવસે) પિયત આપવું.
- નોંધ: પાક સંપૂર્ણ ફૂલ અવસ્થામાં હોય ત્યારે પિયત ટાળવું, નહીંતર ફૂલ ખરી શકે છે.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- વાવણી બાદ શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો.
- જરૂરિયાત મુજબ ૧ થી ૨ આંતરખેડ કરવી અને ૧-૨ વાર હાથ નિંદામણ કરવું.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ અને બીજ ઊગતા પહેલા પેન્ડીમીથેલીન (૧ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં છાંટી શકાય.
9
જીવાત નિયંત્રણ Pest Management
- પોપટા કોરી ખાનાર ઈયળ (Gram Pod Borer): આ મુખ્ય જીવાત છે. હેક્ટરે ૫૦ જેટલા પક્ષીઓને બેસવા માટેના ટેકા (T આકારના) ગોઠવવા અને ફેરોમોન ટ્રેપ (હેક્ટરે ૫) લગાવવા.
- ઉપદ્રવ વધે તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. (૩ મિ.લી./૧૦ લિટર) અથવા ક્વિનાલફોસ ૨૫ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) છાંટવી.
10
રોગ નિયંત્રણ Disease Management
- સુકારો (Wilt): આ જમીનજન્ય રોગ છે. તેના બચાવ માટે રોગ પ્રતિકારક જાતો (ગુજરાત ચણા-૩, ૫) વાવવી, બીજ માવજત કરવી અને ઊંડી ખેડ કરવી.
- જમીનમાં ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૨.૫ કિ.ગ્રા./હેક્ટર) છાણિયા ખાતર સાથે ભેળવી આપવું.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- છોડના પાન પીળા પડી સુકાવા લાગે અને પોપટા સખત થઈ ભૂખરા રંગના થાય ત્યારે પાક તૈયાર ગણાય.
- છોડને મૂળ સાથે ખેંચીને અથવા દાતરડાથી જમીન સરસા કાપીને કાપણી કરવી.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપેલા છોડને ૫-૭ દિવસ સુધી સૂર્યપ્રકાશમાં ખળામાં બરાબર સૂકવવા.
- ત્યારબાદ થ્રેશરની મદદથી અથવા ટ્રેક્ટર ફેરવીને દાણા અલગ કરવા. દાણામાં ૮-૧૦% ભેજ રહે ત્યારે તેમાં લીમડાના પાન કે દિવેલનો પટ આપી સંગ્રહ કરવો જેથી જીવાત ન પડે.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




