|
1
પાકવાનો સમયગાળો Maturity Time
આ જાત ૧૦૦ થી ૧૧૦ દિવસમાં (મધ્યમ સમયગાળામાં) તૈયાર થઈ જાય છે. વાવેતર પછી આશરે સાડા ત્રણથી ચાર મહિનામાં પાક કાપણી માટે સંપૂર્ણ તૈયાર થઈ જાય છે.
ખેડૂતને ફાયદો: ખેડૂત મિત્રો ખેતર જલ્દી ખાલી કરીને બીજી સીઝનનો પાક સમયસર લઈ શકે છે.
2
છોડનો વિકાસ અને ડાળીઓ Plant Growth & Branching
આ ડાળીવાળી જાત છે, જેમાં મુખ્ય થડની સાથે ડાળીઓનો ફૂટાવ (વિકાસ) ખૂબ જ સારો થાય છે.
ખેડૂતને ફાયદો: ડાળીઓ વધારે હોવાથી તેમાં બૈઢાં (તલની સીંગો) નું પ્રમાણ ખૂબ જ વધારે રહે છે, જે સીધો ઉત્પાદનમાં (ઉતારામાં) મોટો વધારો કરે છે.
3
છોડની ઊંચાઈ અને મજબૂતી Plant Height & Strength
જો જમીન ફળદ્રુપ હોય અને પિયત તેમજ ખાતરનું વ્યવસ્થાપન સારું હોય, તો આ છોડની ઊંચાઈ ૫ ફૂટ સુધી પહોંચી શકે છે.
ખેડૂતને ફાયદો: વધુ ઊંચાઈ અને મજબૂત થડ છોડને ઢળી (આડા) પડતા અટકાવે છે અને વધુ ફાલ ઝીલવાની શક્તિ આપે છે.
4
દાણાની ગુણવત્તા (રંગ અને કદ) Seed Quality (Color & Size)
આ જાતના દાણા ઘેરા કાળા, આકર્ષક ચમકવાળા, ભરાવદાર (વજનમાં ભારે) અને કદમાં મોટા (Bold) હોય છે.
ખેડૂતને ફાયદો: દાણાની આવી ઉત્તમ ગુણવત્તાને કારણે બજારમાં વેચાણ વખતે આ જાતનો ભાવ અન્ય કરતા ઊંચો મળવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
1
જમીનની તૈયારી Land Preparation
- કાળા તલના બીજ ખૂબ જ નાના હોવાથી જમીન એકદમ સમતળ અને ઢેફાં વગરની (ભરભરી) હોવી જોઈએ.
- અગાઉના પાકના જડિયાં વીણી, બે-ત્રણ વાર કરબ અને સમાર મારી જમીન તૈયાર કરવી.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: સારી નિતારશક્તિવાળી, ગોરાડુ કે મધ્યમ કાળી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ રહે છે.
- આબોહવા: કાળા તલના પાકને ગરમ અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે (૨૫°C થી ૩૫°C તાપમાન).
3
બીજ માવજત Seed Treatment
- જમીનજન્ય રોગોથી રક્ષણ માટે ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપવો.
- સુકારો અટકાવવા માટે જૈવિક ફૂગનાશક ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૧૦ ગ્રામ/કિલો બીજ) નો પટ આપી શકાય.
4
વાવેતર સમય Sowing Time
- ચોમાસુ (ખરીફ): વાવણીલાયક વરસાદ થયા પછી જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં વાવેતર કરવું.
- અર્ધ-શિયાળુ (Semi-Rabi): ભાલ અને અન્ય વિસ્તારોમાં જ્યાં પાછળથી વાવેતર થાય છે, ત્યાં સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા સુધીમાં વાવેતર કરવું.
- નોંધ: કાળા તલનું વાવેતર મુખ્યત્વે ચોમાસુ અને અર્ધ-શિયાળુ સીઝનમાં વધુ થાય છે.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: હેક્ટરે ૨.૫ થી ૩.૦ કિલોગ્રામ પ્રમાણિત બિયારણ પૂરતું છે. વાવવામાં સરળતા માટે બીજમાં રેતી કે બારીક માટી ભેળવવી.
- અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. નું અંતર રાખવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૫-૭ ટન છાણિયું ખાતર. વાવણી સમયે ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
- પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ થી ૩૫ દિવસે પાક જ્યારે ડાળીઓ કાઢવાની અવસ્થાએ હોય ત્યારે બાકીનો ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન આપવો.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- ચોમાસુ: વરસાદ ખેંચાય ત્યારે જ પિયતની જરૂર પડે છે.
- અર્ધ-શિયાળુ: જમીનની પ્રત મુજબ ૮ થી ૧૨ દિવસના અંતરે ૬ થી ૭ પિયત આપવા.
- નાજુક અવસ્થાઓ: ડાળીઓ ફૂટતી વખતે, ફૂલ આવવાની શરૂઆતે અને બૈયાં (ડોડવા) બેસવા સમયે ભેજ જળવાઈ રહેવો જરૂરી છે.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- પાકને શરૂઆતના ૪૫ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. વાવણીના ૧૫-૨૦ દિવસે પારવણી કરી વધારાના છોડ દૂર કરવા.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ તરત પેન્ડીમીથેલીન (૧ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવી.
9
જીવાત નિયંત્રણ Pest Management
- પાન/જાળાં વાળનારી ઈયળ અને માખી: નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) છાંટવી.
10
રોગ નિયંત્રણ Disease Management
- પાનનો સુકારો અને થડનો સડો: રોગના લક્ષણો દેખાય તો મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (૨૬ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો. જમીનમાં ટ્રાઈકોડર્માનો ઉપયોગ કરવો.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- છોડનાં પાન પીળાં પડી ખરી જાય અને બૈયાં (ડોડવા) પીળા-ભૂખરા રંગના થાય ત્યારે જમીન સરસા કાપી લેવા.
- પાકને ખેતરમાં વધુ પડતો સુકાવા ન દેવો નહીંતર બૈયાં ફાટીને તલ નીચે વેરાઈ જશે.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપેલા છોડના નાના પૂળા બાંધી ખળામાં ઊભા ગોઠવીને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવવા.
- પૂળા સુકાઈ જાય એટલે ઊંધા પછાડીને, અથવા લાકડીથી હળવેથી ફટકારીને તલ ખંખેરી લેવા અને સાફ કરી સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




