રાજી સિલ્વર - રિસર્ચ હાઈબ્રીડ મકાઈ

રેટિંગ: | 0.00

1

પાકવાનો સમય Maturity Time

આ મકાઈ મધ્યમ ગાળામાં એટલે કે આશરે ૯૫ થી ૧૦૫ દિવસમાં કાપણી માટે તૈયાર થઈ જાય છે.

ફાયદો: ખેડૂત મિત્રો સમયસર ખેતર ખાલી કરીને તરત જ આગલો પાક લઈ શકે છે.
2

દાણાની ગુણવત્તા Grain Quality

આ મકાઈના દાણા મોટા, ચમકદાર અને વજનમાં ભારે હોય છે.

ફાયદો: દાણાની આ આકર્ષક ક્વોલિટીના લીધે માર્કેટમાં વેચાણ સરળતાથી થાય છે અને સારો ભાવ મળે છે.
3

ડોડાની વિશેષતા Cob Characteristics

આ વેરાયટીમાં ડોડાની લંબાઈ ખૂબ સારી જોવા મળે છે. ડોડા ઉપરની ટોચ સુધી દાણાથી સંપૂર્ણ ભરાયેલા રહે છે, ખાલી રહેતા નથી.

ખાસિયત: જો સમયસર ખાતર-પાણી અને યોગ્ય માવજત આપવામાં આવે તો, એક છોડ પર બે ડોડા બેસવાની ક્ષમતા છે, જેનાથી બમ્પર ઉત્પાદન મળે છે.
4

છોડની મજબૂતાઈ Plant Strength

છોડનું થડ જાડું અને મજબૂત હોય છે, તેમજ મૂળિયાં જમીનમાં ઊંડે સુધી પકડ ધરાવે છે.

ફાયદો: આનાથી ભારે પવન કે વરસાદમાં પાક જલ્દી આડો પડી જતો નથી.
5

લીલો ચારો Green Fodder

આ વેરાયટીની ખાસિયત એ છે કે મકાઈના ડોડા પાકી ગયા પછી પણ છોડ છેક સુધી લીલોછમ રહે છે.

ફાયદો: ખેડૂતોને પાકની સાથે પશુઓ માટે ઉત્તમ, મીઠો અને પૌષ્ટિક લીલો ચારો પણ મળી રહે છે.
6

રોગ પ્રતિકારક શક્તિ Disease Resistance

આ મકાઈ પાનનો સુકારો અને થડની ઈયળ જેવી સામાન્ય જીવાતો અને રોગો સામે લડવાની સારી ક્ષમતા ધરાવે છે.

ખાસિયત: એડવાન્સ રિસર્ચ હાઈબ્રીડ હોવાથી પાકને રોગો અને જીવાતો સામે સારું રક્ષણ મળે છે અને છોડ તંદુરસ્ત રહે છે.
7

સીઝન Season Suitability

રાજી-સિલ્વર મકાઈ ખરીફ (ચોમાસું), રવિ (શિયાળુ) અને ઉનાળુ એમ ત્રણેય સીઝનમાં વાવેતર માટે એકદમ અનુકૂળ છે.

ખાસિયત: તે અલગ-અલગ રાજ્યોની જમીન અને વાતાવરણમાં સારું પરિણામ આપે છે.

મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ - Agribond

1

જમીનની તૈયારી Land Preparation

  • ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેથી અગાઉના પાકના અવશેષો અને જીવાતોનો નાશ થાય.
  • ચોમાસા પહેલાં કરબ અને સમાર મારી ઢેફાં ભાંગી જમીનને સમતળ અને ભરભરી બનાવવી.
2

જમીન અને આબોહવા Soil & Climatic Requirements

  • જમીન: મકાઈને સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, મધ્યમ કાળી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.
  • આબોહવા: ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ રહે છે. પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
3

બીજ માવજત Seed Treatment

  • જમીનજન્ય રોગોથી બચવા માટે ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશક દવાનો પટ આપવો.
4

વાવેતર સમય Sowing Time

  • ચોમાસુ (ખરીફ): જૂન-જુલાઈ મહિનામાં વરસાદની શરૂઆતે વાવેતર કરવું.
  • શિયાળુ (રવિ): ઓક્ટોબરના અંતથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી.
5

બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing

  • બીજદર: હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણિત બિયારણ વાપરવું.
  • અંતર: બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૨૦ સે.મી. નું અંતર રાખી વાવણી કરવી.
6

ખાતર વ્યવસ્થાપન Fertilizer Management

  • પાયાનું ખાતર: જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર અને વાવણી વખતે ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન તથા ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
  • પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ થી ૪૦ દિવસે બાકીનો ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવો.
7

પિયત વ્યવસ્થાપન Irrigation Schedule

  • નાજુક અવસ્થાઓ: છોડ ઢીંચણસમા થાય ત્યારે (૩૫-૪૦ દિવસ), ચમરી (તૂરા) આવવા સમયે (૫૦-૫૫ દિવસ) અને ડોડામાં દાણા ભરાતી વખતે (૭૦-૭૫ દિવસ) ભેજની ખેંચ ન પડવા દેવી.
8

નિંદામણ વ્યવસ્થાપન Weed Management

  • વાવણી બાદ અને બીજના ઉગાવા પહેલાં એટ્રાઝીન (૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • પાક ૨૦ થી ૩૦ દિવસનો થાય ત્યારે એક આંતરખેડ કરવી અને જરૂર મુજબ હાથ નિંદામણ કરવું.
9

જીવાત નિયંત્રણ Pest Management

  • લશ્કરી ઈયળ (Fall Armyworm) અને ગાભમારાની ઈયળ: નિયંત્રણ માટે સ્પીનોસાદ (૪૫ એસ.સી.) ૫ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
10

રોગ નિયંત્રણ Disease Management

  • પાનનો સુકારો (Leaf Blight): રોગના લક્ષણો જણાય તો મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (૨૬ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો.
11

કાપણી અને વીણી Harvesting & Threshing

  • ડોડાના છોતરા (પાન) સુકાઈ જાય, ભૂખરા રંગના થાય અને દાણા કઠણ થઈ જાય ત્યારે ડોડા તોડી લેવા.
12

કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest

  • કાપણી કરેલા ડોડાને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવી, થ્રેશરની મદદથી દાણા કાઢી લેવા.
  • દાણામાં ૧૦-૧૨% ભેજ રહે ત્યારે તેને સાફ કરી ભેજમુક્ત અને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો.

ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.

સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU

સેમ્પલ મેળવવા માટે અરજી કરો