|
1
પાકવાનો સમય Maturity Time
- આ જાત ૯૦ થી ૯૫ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
2
દાણાની ગુણવત્તા Grain Quality
- આ તલના દાણા મધ્યમ કદના અને સફેદ હોય છે.
- આ જાતના દાણામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, જે વજન અને ક્વોલિટી બંને માટે સારું ગણાય.
3
બૈઢાંની ખાસિયત Pod Characteristics
- આ જાતની સૌથી મોટી ખાસિયત એ છે કે છોડની દરેક ડાળીઓ પર બૈઢાં એકદમ નજીક-નજીક (પાસે-પાસે) લૂમઝૂમ જોવા મળે છે.
- બધા જ બૈઢાં દાણાથી પૂરેપૂરા ભરેલા હોય છે, એટલે કે ખાલી રહેતા નથી, જે સીધો ઉત્પાદનમાં વધારો કરે છે.
1
જમીનની તૈયારી Land Preparation
- તલના બીજ ખૂબ જ નાના હોવાથી જમીન એકદમ સમતળ અને ઢેફાં વગરની (ભરભરી) હોવી જોઈએ.
- અગાઉના પાકના જડિયાં વીણી, બે-ત્રણ વાર કરબ અને સમાર મારી જમીન તૈયાર કરવી.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: સારી નિતારશક્તિવાળી, ગોરાડુ કે મધ્યમ કાળી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ રહે છે.
- આબોહવા: તલના પાકને ગરમ અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે (૨૫°C થી ૩૫°C તાપમાન).
3
બીજ માવજત Seed Treatment
- જમીનજન્ય રોગોથી રક્ષણ માટે ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપવો.
- સુકારો અટકાવવા માટે જૈવિક ફૂગનાશક ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૧૦ ગ્રામ/કિલો બીજ) નો પટ આપી શકાય.
4
વાવેતર સમય Sowing Time
- ચોમાસુ (ખરીફ): વાવણીલાયક વરસાદ થયા પછી જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં વાવેતર કરવું.
- ઉનાળુ (Summer): ફેબ્રુઆરીના બીજા પખવાડિયાથી માર્ચના પ્રથમ અઠવાડિયા સુધીમાં (જ્યારે ઠંડી ઓછી થાય ત્યારે).
- અર્ધ-શિયાળુ (Semi-Rabi): ભાલ જેવા વિસ્તારોમાં સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા સુધીમાં.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: હેક્ટરે ૨.૫ થી ૩.૦ કિલોગ્રામ પ્રમાણિત બિયારણ પૂરતું છે. વાવવામાં સરળતા માટે બીજમાં રેતી કે બારીક માટી ભેળવવી.
- અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. નું અંતર રાખવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૫-૭ ટન છાણિયું ખાતર. વાવણી સમયે ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
- પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ થી ૩૫ દિવસે પાક જ્યારે ડાળીઓ કાઢવાની અવસ્થાએ હોય ત્યારે બાકીનો ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન આપવો.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- ચોમાસુ: વરસાદ ખેંચાય ત્યારે જ પિયતની જરૂર પડે છે.
- ઉનાળુ: જમીનની પ્રત મુજબ ૮ થી ૧૨ દિવસના અંતરે ૬ થી ૭ પિયત આપવા.
- નાજુક અવસ્થાઓ: ડાળીઓ ફૂટતી વખતે, ફૂલ આવવાની શરૂઆતે અને બૈયાં (ડોડવા) બેસવા સમયે ભેજ જળવાઈ રહેવો જરૂરી છે.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- પાકને શરૂઆતના ૪૫ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. વાવણીના ૧૫-૨૦ દિવસે પારવણી કરી વધારાના છોડ દૂર કરવા.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ તરત પેન્ડીમીથેલીન (૧ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવી.
9
જીવાત નિયંત્રણ Pest Management
- પાન/જાળાં વાળનારી ઈયળ અને માખી: નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) છાંટવી.
10
રોગ નિયંત્રણ Disease Management
- પાનનો સુકારો અને થડનો સડો: રોગના લક્ષણો દેખાય તો મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (૨૬ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો. જમીનમાં ટ્રાઈકોડર્માનો ઉપયોગ કરવો.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- છોડનાં પાન પીળાં પડી ખરી જાય અને બૈયાં (ડોડવા) પીળા-ભૂખરા રંગના થાય ત્યારે જમીન સરસા કાપી લેવા.
- પાકને ખેતરમાં વધુ પડતો સુકાવા ન દેવો નહીંતર બૈયાં ફાટીને તલ નીચે વેરાઈ જશે.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપેલા છોડના નાના પૂળા બાંધી ખળામાં ઊભા ગોઠવીને સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવવા.
- પૂળા સુકાઈ જાય એટલે ઊંધા પછાડીને, અથવા લાકડીથી હળવેથી ફટકારીને તલ ખંખેરી લેવા અને સાફ કરી સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




