|
1
પાકવાનો સમય Maturity Time
આ બાજરી મધ્યમ ગાળાની જાત છે. તે વાવેતર પછી માત્ર ૮૫ થી ૯૦ દિવસમાં સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે.
ફાયદો: આનાથી ખેડૂત મિત્રો ખેતર જલ્દી ખાલી કરીને બીજો પાક સમયસર લઈ શકે છે.
2
વધુ ગરમીમાં પણ દાણાનું મજબૂત સેટીંગ Heat Tolerance & Seed Setting
આ જાતની ખાસિયત એ છે કે તે ઉનાળાની આકરી ગરમી અને વધુ તાપમાન સહન કરી શકે છે.
ફાયદો: ગરમીમાં પણ ડુંડામાં છેક ઉપર સુધી દાણા ભરાવાની પ્રક્રિયા (સેટીંગ) ખૂબ સારી રીતે થાય છે.
3
રોગ સામે રક્ષણ (રોગપ્રતિકારક શક્તિ) Disease Resistance
રાજી-૨૧૨૧++ માં સુકારા જેવા મુખ્ય રોગો સામે લડવાની શક્તિ ખૂબ સારી છે.
ફાયદો: પાક તંદુરસ્ત રહેવાથી જંતુનાશક દવાઓનો ખર્ચ બચે છે અને ઉત્પાદન જળવાઈ રહે છે.
4
લાંબા અને વજનદાર ડુંડા Long & Heavy Panicles
આ બાજરીના ડુંડા કદમાં લાંબા, જાડા અને એકદમ ટાઈટ (ભરાવદાર) હોય છે.
ફાયદો: ડુંડામાં દાણાની ગીચતા વધારે હોવાથી વજન સારું ઉતરે છે અને વીઘે ઉત્પાદન રેકોર્ડબ્રેક મળે છે.
5
પશુઓ માટે શ્રેષ્ઠ મીઠો ચારો Dual Purpose (Sweet Fodder)
આ એક 'ડ્યુઅલ પર્પઝ' જાત છે એટલે કે તેમાંથી દાણા અને ચારો બંને સારી માત્રામાં મળે છે.
ફાયદો: બાજરી લીધા પછી પશુઓ માટે વિપુલ પ્રમાણમાં લીલો/સૂકો ઘાસચારો મળી રહે છે. આ ચારો ખાવામાં મીઠો અને પોચો હોવાથી પશુઓ હોંશે-હોંશે ખાય છે.
6
ખાવામાં મીઠી Sweet Taste & Grain Quality
આ બાજરીનો દાણો ભરાવદાર અને ચમકદાર હોય છે.
ફાયદો: આ બાજરીના રોટલા ખાવામાં ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે.
1
જમીનની તૈયારી Land Preparation
- ઉનાળામાં હળથી ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલા જીવાતના કોશેટા અને રોગના જીવાણુઓ નાશ પામે.
- ચોમાસા પહેલાં કરબ અને સમાર મારી જમીનને સમતળ, પોચી અને ભરભરી બનાવવી.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: બાજરીના પાકને ગોરાડુ, રેતાળ અને મધ્યમ કાળી, સારી નિતારવાળી જમીન વધુ માફક આવે છે.
- આબોહવા: ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ રહે છે (૨૫°C થી ૩૦°C તાપમાન).
3
બીજ માવજત Seed Treatment
- જોગીયા (કુંતલ) રોગના નિયંત્રણ માટે ૧ કિલો બીજદીઠ ૬ ગ્રામ મેટાલેક્સિલ (એપ્રોન ૩૫ એસ.ડી.) દવાનો પટ આપવો.
- ખાતરના બચાવ અને સારા ઉત્પાદન માટે બીજને એઝોસ્પીરીલમ અને પીએસબી (PSB) કલ્ચરનો પટ આપીને વાવવું.
4
વાવેતર સમય Sowing Time
- ચોમાસુ (ખરીફ): જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં પૂરતો વરસાદ થયા પછી.
- ઉનાળુ: ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચની વચ્ચે વાવેતર કરવું શ્રેષ્ઠ છે.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: હેક્ટરે ૪ થી ૫ કિલોગ્રામ પ્રમાણિત બિયારણનો ઉપયોગ કરવો.
- અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. નું અંતર રાખવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર. વાવણી સમયે ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
- પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ દિવસે બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવો.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- ચોમાસુ પાકને વરસાદ ખેંચાય ત્યારે અને ઉનાળુ પાકને જરૂરિયાત મુજબ ૮ થી ૧૦ દિવસે પિયત આપવું.
- નાજુક અવસ્થાઓ: ફૂલ આવવા સમયે અને ડુંડામાં દાણા ભરાવાના સમયે ભેજની ખેંચ ન પડવા દેવી.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- પાકને ૪૦ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. જરૂરિયાત મુજબ ૨ થી ૩ આંતરખેડ અને ૧-૨ હાથ નિંદામણ કરવું.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ તુરત જ એટ્રાઝીન ૦.૫ કિ.ગ્રા. (સક્રિય તત્વ) પ્રતિ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં છાંટી શકાય.
9
જીવાત નિયંત્રણ Pest Management
- સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ: નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. નો છંટકાવ કરવો.
10
રોગ નિયંત્રણ Disease Management
- જોગીયો (Downy Mildew) અને ગુંદરિયો (Ergot): રોગમુક્ત બિયારણ વાપરવું. ડુંડાં બહાર આવે ત્યારે ગુંદરિયાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (૨૫ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- ડુંડાં બરાબર સુકાઈ જાય અને દાણા કઠણ થઈ જાય ત્યારે પાકની કાપણી કરવી.
- ડુંડાં કાપી લીધા બાદ વધેલા સાંઠા (કડબ) ને પશુચારા માટે કાપીને સંગ્રહ કરવો.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપેલા ડુંડાંને ખળામાં લાવી સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવા.
- દાણામાં ૮-૧૦% જેટલો ભેજ રહે ત્યારે થ્રેશરની મદદથી બાજરી અલગ કરી સાફ અને સૂકી જગ્યાએ સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




