|
1
પાકવાનો સમય Maturity Time
આ પાક ૯૫ થી ૧૦૦ દિવસમાં સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે.
2
છોડનો વિકાસ Plant Growth
છોડની સામાન્ય ઊંચાઈ ૨૫ થી ૩૦ સે.મી. જેટલી હોય છે.
ખાસિયત: છોડનો વિકાસ સીધો થી થોડો ફેલાયેલો (Erect to semi-erect) જોવા મળે છે અને તેમાં ફૂલનો રંગ આછો ગુલાબી હોય છે.
3
શાખાઓ અને ઉત્પાદન Branching & Yield
આ જાતની મુખ્ય ખાસિયત એ છે કે છોડમાં પ્રાયમરી (મુખ્ય) શાખાઓ વધારે ફૂટે છે.
ફાયદો: ડાળીઓની સંખ્યા વધારે હોવાથી છોડનો ઘેરાવો સારો થાય છે, જેના પરિણામે ઉત્પાદન ક્ષમતા (ઉતારો) ખૂબ વધારે મળે છે.
4
દાણાની ગુણવત્તા Grain Quality
રાજી-૨૧ ના દાણા કદમાં મોટા, લંબગોળ અને ભરાવદાર (Bold linear-oblong) હોય છે. દાણાનો રંગ ભૂખરો થી ઘેરો ભૂખરો (Brown to dark brown) જોવા મળે છે.
ફાયદો: દાણાની સાઈઝ મોટી હોવાથી અને તેમાં તેલનું પ્રમાણ સારું હોવાથી તેની ક્વોલિટી બજારમાં શ્રેષ્ઠ ગણાય છે.
5
રોગ પ્રતિકારક શક્તિ Disease Resistance
આ જાત રોગ અને જીવાત સામે લડવાની સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે. ખાસ કરીને જીરૂના પાકને સૌથી વધુ નુકસાન કરતા સુકારાના રોગ (Fusarium wilt) સામે તે ઉત્તમ પ્રતિકારક શક્તિ (Resistant) ધરાવે છે.
ફાયદો: કાળીયો (Blight) અને છારો/ભૂકી છારો (Powdery mildew) જેવા રોગો સામે પણ આ જાત સારી એવી સહનશીલતા (Moderate tolerance) ધરાવે છે, જેથી પાક જલ્દી બગડતો નથી અને ખેડૂતને નુકસાન ઓછું થાય છે.
1
જમીનની તૈયારી Land Preparation
- ચોમાસુ પાક લીધા પછી હળ અથવા કરબથી ખેડ કરી જમીનને સારી રીતે તપવા દેવી.
- બીજ એકદમ નાના હોવાથી જમીનને સમાર મારી એકદમ સમતળ, પોચી અને ઢેફાં વગરની (ભરભરી) બનાવવી ખૂબ જરૂરી છે.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: જીરુંના પાકને સારી નિતારવાળી, ગોરાડુ, અને રેતાળ બેસર જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી કાળી જમીન અનુકૂળ નથી.
- આબોહવા: જીરું એ શિયાળુ પાક છે. તેને ઠંડું અને સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે. વાદળછાયું વાતાવરણ કે ઝાકળ પાકને નુકસાન કરે છે.
3
બીજ માવજત Seed Treatment
- સુકારો અને કાળિયો રોગ અટકાવવા માટે વાવતા પહેલાં ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ અવશ્ય આપવો.
- વાવવામાં સરળતા માટે બીજમાં સહેજ માટી કે રેતી ભેળવવી.
4
વાવેતર સમય Sowing Time
- શિયાળુ (Rabi): જીરુંનું વાવેતર મુખ્યત્વે ૧ નવેમ્બર થી ૧૫ નવેમ્બર વચ્ચે (ઠંડીની શરૂઆત થાય ત્યારે) કરવું શ્રેષ્ઠ છે.
- વહેલા કે મોડા વાવેતરથી રોગ અને જીવાતનો પ્રશ્ન વધે છે અને ઉત્પાદન ઘટે છે.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: વાવણી માટે હેક્ટરે ૧૨ થી ૧૫ કિલોગ્રામ પ્રમાણિત બિયારણનો ઉપયોગ કરવો.
- અંતર: બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખી ચાસમાં પાતળું વાવેતર કરવું અથવા પુંખીને વાવેતર કરવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૫ ટન કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. વાવણી સમયે ૧૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
- પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ દિવસ પછી બાકીનો ૧૫ કિ.ગ્રા. નાઇટ્રોજન (અંદાજે ૩૩ કિ.ગ્રા. યુરિયા) પૂર્તિ ખાતર તરીકે આપવો.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- વાવણી પછી તરત જ પહેલું પિયત એકદમ હળવું આપવું જેથી બીજ ઢસડાઈ ન જાય. બીજું પિયત ૮-૧૦ દિવસે આપવું.
- નાજુક અવસ્થાઓ: ત્યારબાદ જમીન અને પાકની જરૂરિયાત મુજબ ૧૫-૨૦ દિવસે ૩ થી ૪ પિયત આપવા. દાણા ભરાવાની અવસ્થાએ ભેજ જરૂરી છે.
- નોંધ: વધારે પડતું પિયત આપવાથી 'કાળિયો' અને 'સુકારો' રોગ ઝડપથી ફેલાય છે.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- જીરુંનો પાક ધીમો ઉગતો હોવાથી શરૂઆતમાં નિંદામણ નિયંત્રણ ખૂબ જરૂરી છે. ૨૦ અને ૪૦ દિવસે બે વાર હાથ નિંદામણ કરવું.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ તરત અને ઉગાવા પહેલાં પેન્ડીમીથેલીન (૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં છાંટવી. જીરું ઉગ્યા પછી 'જીરિયા' નિંદામણ માટે યોગ્ય દવા છાંટવી.
9
જીવાત નિયંત્રણ Pest Management
- મોલો-મશી (Aphids) અને થ્રીપ્સ (Thrips): આ ચુસિયા જીવાત જીરું માટે નુકસાનકારક છે. નિરીક્ષણ માટે પીળા ચીકણા ટ્રેપ લગાવવા.
- નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈ.સી. (૧૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા ઈમિડાક્લોપ્રીડ (૫ મિ.લી./૧૦ લિટર પાણી) છાંટવી.
10
રોગ નિયંત્રણ Disease Management
- કાળિયો (Blight): વાદળછાયા વાતાવરણમાં રોગનો ફેલાવો અટકાવવા મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (૨૬ ગ્રામ/૧૦ લિટર પાણી) છાંટવી.
- ભૂકી છારો (Powdery Mildew) અને સુકારો (Wilt): છારા માટે દ્રાવ્ય ગંધક અથવા હેક્ઝાકોનાઝોલ છાંટવી. સુકારાના નિયંત્રણ માટે જમીનમાં ટ્રાઈકોડર્મા (૨.૫ કિ.ગ્રા./હેક્ટર) આપવું અને પાકની ફેરબદલી કરવી.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- પાક ૧૦૦ થી ૧૧૫ દિવસમાં તૈયાર થઈ જાય છે. જ્યારે છોડ પીળા/ભૂખરા પડી જાય અને દાણા બરાબર કઠણ થાય ત્યારે પાકની કાપણી કરવી.
- સવારના સમયે કાપણી કરવી જેથી દાણા ખરી ન પડે.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- કાપેલા છોડને ખળામાં પૂળા બાંધીને અથવા ઢગલામાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવા.
- બરાબર સુકાઈ જાય એટલે થ્રેશરમાં અથવા લાકડીથી હળવેથી ફટકારીને જીરું અલગ કરવું. સાફ કરી ભેજમુક્ત ગોડાઉનમાં સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




