રાજી-૨૨૧+ હાઈબ્રીડ કપાસ બી જી II (૪૭૫ ગ્રામ)

રેટિંગ: | 0.00

  • જાત ૧૫૦ થી ૧૬૫ દિવસમાં પાકીને તૈયાર થાય છે.
  • ફાયદો: જાત થોડો લાંબો સમય લીલી રહે છે, જેથી તમને પાછતરો ફાલ પણ સારો મળે છે અને લાંબા ગાળા સુધી ઉત્પાદન ચાલુ રહે છે.

  • આના જીંડવા મોટા તો છે , પણ ખાસ વાત છે કે તેના રૂમાં કપાસિયા (બીજ) મોટા અને વધારે હોય છે.
  • ફાયદો: કપાસિયાની સંખ્યા અને કદ વધારે હોવાથી, જ્યારે તમે કપાસ ત્રાજવે તોલો ત્યારે તેનું વજન (ઉતારો) ખૂબ વધારે આવે છે. એટલે કે ઓછી મહેનતે વજનમાં વધુ માલ ઉતરે છે.

  • જાતમાં છોડના થડથી વધારે ડાળીઓ (શાખાઓ) ફૂટે છે.
  • ફાયદો: છોડનો નીચેનો ભાગ ખાલી રહેતો નથી. થડ પાસેથી ડાળીઓ અને જીંડવા બેસવાનું ચાલુ થઈ જાય છે, જેથી એક છોડ પર કુલ જીંડવાની સંખ્યા વધી જાય છે.

  • મધ્યમ પિયતની જાત છે.
  • ફાયદો: જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોય અથવા નિયમિત પાણીની સગવડ હોય (મધ્યમ પિયત), ત્યાં જાત રેકોર્ડબ્રેક ઉત્પાદન આપે છે.

  • આમાં ચૂસિયા જીવાતનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે.
  • ફાયદો: જીવાત ઓછી આવતી હોવાથી છોડ તંદુરસ્ત રહે છે અને ખેડૂતને દવા છાંટવાનો ખર્ચ ઓછો આવે છે.

સેમ્પલ મેળવવા માટે અરજી કરો