રાજી ૪૧+ - રિસર્ચ અડદ બિયારણ

રેટિંગ: | 0.00

1

પાકવાનો સમય Maturity Time

આ જાત ૭૦ થી ૭૫ દિવસમાં સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે.

ફાયદો: ઓછા સમયમાં પાક તૈયાર થતો હોવાથી ખેડૂતોને સમયનો બચાવ થાય છે અને બીજી વાવણી માટે જમીન જલ્દી ખાલી મળે છે.
2

સીંગોની ખાસિયત Pod Characteristics

આ છોડમાં સીંગો ગુચ્છામાં (લૂમમાં) આવે છે.

ખાસિયત: ખાસ વાત એ છે કે સીંગો છેક નીચેથી જ આવવાની શરૂઆત થાય છે, જેથી છોડ પર સીંગોની સંખ્યા વધુ હોય છે.
3

ઉત્પાદન ક્ષમતા Yield Capacity

આ જાત બીજી જાતો કરતાં વધારે ઉપજ (ઉત્પાદન) આપે છે.

ફાયદો: ગુચ્છામાં સીંગો અને મોટા દાણા હોવાથી ખેડૂતોને વીઘે સારો ઉતારો મળે છે.
4

દાણાની ગુણવત્તા Grain Quality

રાજી-૪૧+ ના દાણા કદમાં મોટા હોય છે.

ફાયદો: દાણા મોટા અને ચમકદાર હોવાથી બજારમાં વેચતી વખતે ખેડૂતોને ફાયદો થાય છે.
5

છોડની ઊંચાઈ Plant Height

છોડની ઊંચાઈ મધ્યમ એટલે કે ૪૫ થી ૬૦ સે.મી. જેટલી રહે છે.

ફાયદો: ઊંચાઈ મધ્યમ હોવાથી કાપણી વખતે ખૂબ જ અનુકૂળ રહે છે.

અડદની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ - Agribond

1

જમીનની તૈયારી Land Preparation

  • અડદના પાક માટે ૧ થી ૨ વાર હળ કે કરબથી ખેડ કરી જમીનને પોચી અને ભરભરી બનાવવી.
  • જમીન સમતળ કરવી જેથી પિયત આપવામાં અને વરસાદના વધારાના પાણીના નિકાલમાં સરળતા રહે.
2

જમીન અને આબોહવા Soil & Climatic Requirements

  • જમીન: સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ રહે છે. ભારે અને પાણી ભરાઈ રહેતી જમીન માફક આવતી નથી.
  • આબોહવા: ગરમ અને ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે (૨૫°C થી ૩૫°C તાપમાન).
3

બીજ માવજત Seed Treatment

  • ફૂગજન્ય રોગોથી બચવા ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશકનો પટ આપવો.
  • વાવતા પહેલાં બીજને રાઇઝોબિયમ (Rhizobium) અને પીએસબી (PSB) કલ્ચરનો પટ આપી છાંયામાં સૂકવીને વાવેતર કરવું.
4

વાવેતર સમય Sowing Time

  • ચોમાસુ (ખરીફ): જૂન માસના અંતથી જુલાઈના પ્રથમ પખવાડિયામાં વરસાદની શરૂઆતે વાવેતર કરવું.
  • ઉનાળુ (Summer): ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચની વચ્ચે વાવેતર કરવું (જ્યારે ઠંડી ઓછી હોય).
  • નોંધ: ઉનાળુ અડદમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ગુજરાત અડદ-૧ જેવી જાતો ઉનાળુ વાવેતર માટે શ્રેષ્ઠ છે.
5

બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing

  • બીજદર: ચોમાસુ પાક માટે હેક્ટરે ૧૫-૨૦ કિલો અને ઉનાળુ પાક માટે હેક્ટરે ૨૦-૨૫ કિલો બિયારણ વાપરવું.
  • અંતર: ચોમાસુ પાકમાં બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને છોડ વચ્ચે ૧૦ સે.મી., જ્યારે ઉનાળુ પાકમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખવું.
6

ખાતર વ્યવસ્થાપન Fertilizer Management

  • પાયાનું ખાતર: કઠોળ વર્ગનો પાક હોવાથી નાઇટ્રોજનની જરૂરિયાત ઓછી રહે છે. વાવણી સમયે હેક્ટરે ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (અંદાજે ૮૭ કિ.ગ્રા. ડીએપી) આપવું.
  • સારી ગુણવત્તા અને ઉત્પાદન માટે હેક્ટરે ૨૦ કિ.ગ્રા. સલ્ફરનો ઉપયોગ પણ ફાયદાકારક છે.
7

પિયત વ્યવસ્થાપન Irrigation Schedule

  • ચોમાસુ: વરસાદ ખેંચાય ત્યારે અને જરૂરિયાત મુજબ પિયત આપવું.
  • ઉનાળુ: વાવણી બાદ તુરંત પિયત આપવું. પછી જમીનની પ્રત મુજબ ૮-૧0 દિવસના અંતરે ૫ થી ૬ પિયત આપવા.
  • નાજુક અવસ્થાઓ: પાકમાં ડાળીઓ ફૂટતી વખતે, ફૂલ આવવાની શરૂઆતે અને શિંગોમાં દાણા ભરાવાના સમયે ભેજની ખેંચ ન પડવા દેવી.
8

નિંદામણ વ્યવસ્થાપન Weed Management

  • વાવણી બાદ શરૂઆતના ૩૦-૩૫ દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે.
  • ૧ થી ૨ વાર આંતરખેડ કરવી અને જરૂર મુજબ હાથ નિંદામણ કરવું.
  • રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ અને બીજ ઊગતા પહેલા પેન્ડીમીથેલીન (૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) જમીન પર છાંટી શકાય.
9

જીવાત નિયંત્રણ Pest Management

  • ચુસિયા જીવાતો (મોલો-મશી, થ્રીપ્સ, સફેદ માખી): શરૂઆતમાં લીંબોળીનું તેલ અથવા ઉપદ્રવ વધે તો ઈમિડાક્લોપ્રીડ કે ડાયમીથોએટનો છંટકાવ કરવો.
  • શિંગ કોરી ખાનાર ઈયળ: નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. (૩ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા સ્પીનોસાદનો છંટકાવ કરવો.
10

રોગ નિયંત્રણ Disease Management

  • પીળો પચરંગો (Yellow Mosaic Virus): આ રોગ સફેદ માખી દ્વારા ફેલાતો હોવાથી સફેદ માખીનું નિયંત્રણ કરવું. રોગ પ્રતિકારક જાતો (જેમ કે ગુજરાત અડદ-૧) પસંદ કરવી.
  • ભૂકી છારો: નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી. (૧૦ મિ.લી.) અથવા દ્રાવ્ય ગંધક (૩૦ ગ્રામ) ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવી.
11

કાપણી અને વીણી Harvesting & Threshing

  • અડદની શિંગો ૭૦-૮૦% જેટલી પાકીને કાળા રંગની થાય ત્યારે પ્રથમ વીણી કરવી.
  • જો પાક એકસાથે પાકતો હોય (Uniform maturity), તો છોડને દાતરડાની મદદથી જમીન સરસા કાપીને કાપણી કરી શકાય છે.
12

કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest

  • વીણી કરેલી શિંગો અથવા કાપેલા છોડને સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવા.
  • બરાબર સુકાઈ જાય ત્યારબાદ થ્રેશરમાં અથવા લાકડીથી ફટકારીને દાણા કાઢવા. દાણામાં ૮-૧૦% ભેજ રહે ત્યારે સાફ કરી ભેજમુક્ત જગ્યાએ સંગ્રહ કરવો.

ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.

સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU

સેમ્પલ મેળવવા માટે અરજી કરો