|
1
પાકવાનો સમય Maturity Time
આ ગુવારનો પાકવાનો સમય ૧૨૫ થી ૧૩૫ દિવસનો છે.
ફાયદો: લાંબા સમય સુધી પાક ચાલતો હોવાથી ખેડૂત મિત્રોને સતત અને વધુ ઉત્પાદન મળતું રહે છે.
2
છોડની ઊંચાઈ Plant Height
આ જાતમાં છોડની ઊંચાઈ ૧૨૦ થી ૧૩૦ સે.મી. સુધી થાય છે.
ફાયદો: છોડનો વિકાસ અને ફેલાવો સારો થવાથી સીંગો બેસવા માટે વધુ ડાળીઓ (જગ્યા) મળે છે.
3
દાણાનું કદ Large Grain Size
રાજી-૫૧+ ગુવારનો દાણો મોટો અને વજનદાર હોય છે.
ફાયદો: દાણો મોટો હોવાથી વજન સારું ઉતરે છે અને ગુંદરની (Gum) ટકાવારી વધુ સારી મળે છે.
4
વહેલી સીંગોની શરૂઆત Early Pod Setting
છોડ નાનો હોય ત્યારથી જ સીંગો બેસવાની શરૂઆત થઈ જાય છે.
ફાયદો: વહેલી આવક શરૂ થાય છે અને છેક સુધી સીંગો લાગતી હોવાથી કુલ ઉત્પાદનમાં મોટો વધારો થાય છે.
5
ગુચ્છામાં સીંગો Bunch Pod Setting
આ જાતમાં સીંગો ગુચ્છામાં અને છોડમાં છેક નીચેથી બેસે છે.
ફાયદો: નીચેથી ઉપર સુધી ગુચ્છામાં સીંગો હોવાથી વીઘે વિક્રમજનક ઉત્પાદન મળે છે.
6
ઊંચો બજાર ભાવ High Market Demand
મોટા દાણા અને સારી ચમક હોવાને કારણે બજારમાં આ ગુવારની માંગ વધુ રહે છે.
ફાયદો: ગુણવત્તાયુક્ત ઉત્પાદન હોવાથી વેપારીઓ આકર્ષાય છે અને ખેડૂતને હંમેશા બજારભાવ ઊંચો મળે છે.
1
જમીનની તૈયારી Land Preparation
- ચોમાસુ પાક લેવા માટે ઉનાળામાં ૧ થી ૨ વાર હળથી ઊંડી ખેડ કરવી.
- વાવણી પહેલાં કરબ અને સમાર મારી ઢેફાં ભાંગી જમીનને સમતળ અને ભરભરી બનાવવી.
2
જમીન અને આબોહવા Soil & Climatic Requirements
- જમીન: ગુવારને સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, બેસર કે રેતાળ જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી કે ભારે કાળી જમીન અનુકૂળ નથી.
- આબોહવા: ગુવાર ગરમ અને સૂકા વાતાવરણનો પાક છે. પાકવાના સમયે સૂકું વાતાવરણ હોય તો બીજ (ગમ/દાણા) ની ગુણવત્તા સારી મળે છે.
3
બીજ માવજત Seed Treatment
- જમીનજન્ય અને બીજજન્ય ફૂગના રોગોથી બચવા ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપવો.
- કઠોળ વર્ગનો પાક હોવાથી નાઇટ્રોજનના સ્થિરીકરણ માટે રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપી છાંયામાં સૂકવીને વાવેતર કરવું.
4
વાવેતર સમય Sowing Time
- ચોમાસુ (ખરીફ): વાવણીલાયક વરસાદ થયા પછી જુલાઈના પ્રથમ પખવાડિયા સુધીમાં વાવેતર કરવું.
- ઉનાળુ (Summer): ફેબ્રુઆરીના અંતથી માર્ચના પ્રથમ પખવાડિયા સુધીમાં વાવેતર કરવું શ્રેષ્ઠ છે.
5
બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing
- બીજદર: ગુવારના દાણા (બીજ) માટે હેક્ટરે ૧૫ થી ૨૦ કિલોગ્રામ પ્રમાણિત બિયારણ વાપરવું. શાકભાજી માટે વાવેતર હોય તો ૨૦ થી ૨૫ કિલો બિયારણ વાપરવું.
- અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. નું અંતર રાખવું.
6
ખાતર વ્યવસ્થાપન Fertilizer Management
- પાયાનું ખાતર: કઠોળ વર્ગનો પાક હોવાથી પાયામાં હેક્ટરે ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (અંદાજે ૮૭ કિ.ગ્રા. ડીએપી) વાવણી વખતે આપવું.
- ગુવારના પાકને પૂર્તિ ખાતર તરીકે અલગથી નાઇટ્રોજન આપવાની ખાસ જરૂર રહેતી નથી.
7
પિયત વ્યવસ્થાપન Irrigation Schedule
- ચોમાસુ: વરસાદ આધારિત ખેતીમાં વરસાદ ખેંચાય ત્યારે જ પિયત આપવું.
- ઉનાળુ: વાવણી બાદ તરત પિયત આપવું. ત્યારબાદ જમીનની પ્રત મુજબ ૮-૧૦ દિવસે પિયત આપવું.
- નાજુક અવસ્થાઓ: ડાળીઓ ફૂટવા સમયે, ફૂલ આવવાની શરૂઆતે અને શિંગોમાં દાણા ભરાતી વખતે ભેજની ખેંચ ન પડવા દેવી.
8
નિંદામણ વ્યવસ્થાપન Weed Management
- પાકને શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે.
- ૨૦ અને ૪૦ દિવસે બે વાર આંતરખેડ કરવી અને જરૂર મુજબ હાથ નિંદામણ કરવું.
- રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ અને બીજ ઊગતા પહેલા પેન્ડીમીથેલીન (૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) ૫૦૦ લિટર પાણીમાં છાંટી શકાય.
9
જીવાત નિયંત્રણ Pest Management
- ચુસિયા જીવાતો (મોલો-મશી, સફેદ માખી, થ્રીપ્સ): આ જીવાતોનો ઉપદ્રવ વધુ રહે છે. શરૂઆતમાં લીંબોળીનું તેલ છાંટવું. ઉપદ્રવ વધે તો ઈમિડાક્લોપ્રીડ અથવા ડાયમીથોએટનો છંટકાવ કરવો.
10
રોગ નિયંત્રણ Disease Management
- ખૂણિયા ટપકાં (Bacterial Blight): આ રોગના નિયંત્રણ માટે રોગમુક્ત બિયારણ વાપરવું. સ્ટ્રેપ્ટોસાયક્લીન (૧ ગ્રામ) અને કોપર ઓક્સીક્લોરાઈડ (૩૦ ગ્રામ) ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવું.
- ભૂકી છારો: રોગ જણાય તો દ્રાવ્ય ગંધક (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લી./૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો.
11
કાપણી અને વીણી Harvesting & Threshing
- શાકભાજી માટે: શિંગો કુમળી અને લીલી હોય ત્યારે જ ઉતારી લેવી.
- બીજ/દાણા (ગમ) માટે: છોડ પરનાં પાન પીળાં પડી ખરી જાય અને શિંગો બરાબર સુકાઈને ભૂખરી/કાળી પડે ત્યારે છોડ કાપી લેવા.
12
કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest
- બીજ માટે કાપેલા છોડને પૂળા બાંધીને ખળામાં ૪-૫ દિવસ સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવવા.
- બરાબર સુકાઈ જાય ત્યારબાદ થ્રેશરની મદદથી અથવા લાકડીથી હળવેથી ફટકારીને દાણા કાઢી લેવા. ૮ થી ૧૦% ભેજ રહે ત્યારે સાફ કરી સંગ્રહ કરવો.
ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.
સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU
સેમ્પલ મેળવવા માટે અરજી કરો




