રાજી ૭૧+ - રિસર્ચ હાઈબ્રીડ દિવેલા બિયારણ

રેટિંગ: | 0.00

1

વધુ ડાળીઓ અને વધુ ઉત્પાદન High Branching & Yield

એક છોડ પર ૧૫ થી ૨૦ જેટલી ડાળીઓ ફૂટે છે.

ખેડૂતને ફાયદો: જેટલી ડાળીઓ વધુ, તેટલી માળો વધારે બેસે છે. પરિણામે, એકરે કુલ ઉત્પાદન (મણ) વધારે મળે છે.
2

મધ્યમ પિયત અને ઓછું પાણી Medium Irrigation & Less Water

આ મધ્યમ પિયતની જાત છે.

ખેડૂતને ફાયદો: જે ખેડૂતો પાસે પાણીની મર્યાદિત સગવડ હોય અથવા જમીન મધ્યમ પ્રકારની હોય, તેમના માટે આ બિયારણ ખૂબ અનુકૂળ છે.
3

રોગ સામે રક્ષણ (સુકારો) Wilt Resistance

આ જાત સુકારા (Wilt) રોગ સામે અત્યંત પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ખેડૂતને ફાયદો: પાક સુરક્ષિત રહે છે અને ઉભો પાક સુકાઈ જવાથી થતા મોટા નુકસાનથી બચી શકાય છે.
4

'બ્લૂમ' (મીણ જેવું આવરણ) - કુદરતી રક્ષણ Bloom/Wax - Natural Protection

છોડની દરેક ડાળીઓ અને પાન પર 'બ્લૂમ' (મીણ જેવું સફેદ આવરણ) જોવા મળે છે.

ખેડૂતને ફાયદો: આ કવચથી છોડને ગરમી/ઠંડી સામે રક્ષણ મળે છે અને ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે છે.
5

દાણાની ગુણવત્તા (વધુ તેલ) Seed Quality & High Oil Content

આ જાતના દાણામાં તેલનું પ્રમાણ વધુ હોય છે.

ખેડૂતને ફાયદો: તેલ વધુ હોવાથી દાણા વજનદાર બને છે અને બજારમાં વેચતી વખતે વેપારીઓ તેની સારી કિંમત (ભાવ) આપે છે.

દિવેલાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ - Agribond

1

જમીનની તૈયારી Land Preparation

  • દિવેલાના મૂળ જમીનમાં ઊંડે સુધી જતા હોવાથી ઉનાળામાં ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે.
  • ચોમાસા પહેલાં કરબ અને સમાર મારી ઢેફાં ભાંગી જમીનને સમતળ અને ભરભરી બનાવવી.
2

જમીન અને આબોહવા Soil & Climatic Requirements

  • જમીન: સારી નિતારશક્તિવાળી, ગોરાડુ, રેતાળ અને મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.
  • આબોહવા: દિવેલાને ગરમ અને સૂકું વાતાવરણ અનુકૂળ રહે છે, પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે.
3

બીજ માવજત Seed Treatment

  • જમીનજન્ય રોગો અટકાવવા માટે ૧ કિલો બીજદીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશક દવાનો પટ આપવો.
  • સુકારો અટકાવવા બીજને ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૧૦ ગ્રામ/૧ કિલો બીજ) નો પટ આપવો.
4

વાવેતર સમય Sowing Time

  • સામાન્ય રીતે જુલાઈ માસથી ઓગસ્ટના પ્રથમ પખવાડિયા સુધી વાવેતર કરવું શ્રેષ્ઠ છે.
  • વહેલા વાવેતરથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો થાય છે.
5

બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing

  • બીજદર: સંકર જાતો માટે હેક્ટરે ૫ થી ૬ કિલોગ્રામ પ્રમાણિત બિયારણ પૂરતું છે.
  • અંતર: જમીનની ફળદ્રુપતા મુજબ ૧૨૦ x ૬૦ સે.મી. અથવા ૯૦ x ૬૦ સે.મી. ના અંતરે વાવેતર કરવું.
6

ખાતર વ્યવસ્થાપન Fertilizer Management

  • પાયાનું ખાતર: હેક્ટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર અને વાવણી વખતે ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું.
  • પૂર્તિ ખાતર: બાકીનો ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન બે સરખા હપ્તે (વાવણી પછી ૪૦ અને ૭૦ દિવસે) આપવો. (કુલ ભલામણ: ૧૨૦:૫૦:૦૦ NPK).
7

પિયત વ્યવસ્થાપન Irrigation Schedule

  • દિવેલાને સામાન્ય રીતે ૫ થી ૬ પિયતની જરૂર પડે છે.
  • નાજુક અવસ્થાઓ: મુખ્ય અને ગૌણ માળ આવવાની શરૂઆત થાય ત્યારે અને બીજ ભરાવાના સમયે પિયતની ખેંચ ન પડવા દેવી.
8

નિંદામણ વ્યવસ્થાપન Weed Management

  • પાક શરૂઆતના ૪૫ થી ૬૦ દિવસ સુધી નિંદામણ મુક્ત રહેવો જોઈએ. તે માટે ૨ થી ૩ આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
  • રાસાયણિક નિયંત્રણ માટે વાવણી બાદ તુરત જ પેન્ડીમીથેલીન (૧ કિ.ગ્રા. સક્રિય તત્વ/હેક્ટર) છાંટી શકાય.
9

જીવાત નિયંત્રણ Pest Management

  • ઘોડિયા ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઈયળ: નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. (૨૦ મિ.લી./૧૦ લિટર પાણી) છાંટવી.
10

રોગ નિયંત્રણ Disease Management

  • મૂળખાઈ / સુકારો: રોગ પ્રતિકારક જાતો (જેમ કે GCH-7, GCH-9) નું વાવેતર કરવું. જમીનમાં ટ્રાઈકોડર્મા હરજીયાનમ (૨.૫ કિ.ગ્રા./હેક્ટર) આપવું.
11

કાપણી અને વીણી Harvesting & Threshing

  • દિવેલાની માળના દોડવા ભૂખરા રંગના થાય અને સુકાવા લાગે ત્યારે માળની કાપણી કરવી.
  • દોડવા ફાટીને દાણા નીચે ન વેરાય તે માટે સમયસર કાપણી કરવી જરૂરી છે.
12

કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest

  • કાપેલી માળોને ખળામાં લાવી સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવવી.
  • માળ બરાબર સુકાઈ જાય ત્યારબાદ લાકડાની મોગરીથી કે થ્રેશરની મદદથી દાણા અલગ કરી, સાફ કરી સંગ્રહ કરવો.

ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.

સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU

સેમ્પલ મેળવવા માટે અરજી કરો