રાજી ૯૧+ - રિસર્ચ ધાણા બિયારણ

રેટિંગ: | 0.00

1

પાકવાનો સમય Maturity Time

આ ધાણાનો પાકવાનો સમય ૧૦૦ થી ૧૧૦ દિવસનો છે.

ફાયદો: અનુકૂળ સમયમાં પાક તૈયાર થવાથી ખેડૂત મિત્રો સમયસર કાપણી કરી શકે છે.
2

રોગ સામે રક્ષણ Disease Resistance

રાજી-૯૧+ ધાણામાં રોગ સામે લડવાની પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી છે.

ફાયદો: પાક તંદુરસ્ત રહેવાથી જંતુનાશક દવાઓનો ખર્ચ બચે છે અને છોડનો વિકાસ સારો થાય છે.
3

મોટા અને વધુ દાણા Large & Abundant Grains

આ જાતમાં દાણા કદમાં મોટા હોય છે અને તેનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

ફાયદો: મોટા અને વધુ દાણા હોવાથી વજન સારું ઉતરે છે, જેથી ઉત્પાદનમાં સીધો અને મોટો વધારો થાય છે.
4

લીલા અને ચળકતા પાન Green & Shiny Leaves

આ ધાણાના પાન એકદમ લીલાછમ અને આકર્ષક ચળકાટ ધરાવતા હોય છે.

ફાયદો: લીલા અને ચળકતા પાન હોવાથી પ્રકાશસંશ્લેષણ સારું થાય છે, છોડ મજબૂત બને છે અને દાણાની ચમક વધે છે.
5

ઉત્તમ ઉત્પાદન ક્ષમતા Higher Yield

આ ધાણા અન્ય સામાન્ય જાતોની સરખામણીમાં ઘણું વધુ ઉત્પાદન આપે છે.

ફાયદો: વીઘે વધુ ઉત્પાદન મળવાથી ખેડૂત મિત્રોને આર્થિક રીતે મોટો ફાયદો થાય છે.
6

ઊંચો બજાર ભાવ High Market Value

મોટા દાણા અને આકર્ષક લીલા રંગના કારણે માર્કેટમાં આ ધાણાની માંગ વધુ રહે છે.

ફાયદો: ઉત્તમ ક્વોલિટી હોવાથી વેપારીઓ આકર્ષાય છે અને ખેડૂતને હંમેશા બજારભાવ ઊંચો મળે છે.

ધાણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ - Agribond

1

જમીનની તૈયારી Land Preparation

  • ચોમાસુ પાક લીધા બાદ જમીનને હળથી એક-બે વાર ખેડી આગળના પાકના જડિયા વીણી, સમાર વડે ઢેફા ભાંગી જમીનને સમતળ બનાવવી જોઈએ.
  • જમીનના ઢોળાવ અને પિયતના પ્રકારને ધ્યાનમાં રાખી 5 થી 6 મીટર લાંબા અને 2.5 થી 3.0 મીટર પહોળા કયારા બનાવવા જોઇએ.
2

જમીન અને આબોહવા Soil & Climatic Requirements

  • જમીન: ધાણા માટે સારી નિતારશકિત અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ થી મધ્યમકાળી જમીન વધુ માફક આવે છે.
  • આબોહવા: ધાણાના પાકને ઠંડી અને સુકી આબોહવા વધુ માફક આવે છે જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે.
3

બીજ માવજત Seed Treatment

  • વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે.
  • ધાણાના બિયારણને 8 થી 10 કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે.
  • જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે 1 કિલો બિયારણદીઠ 3 ગ્રામ કેપ્ટાન કે થાયરમનો પટ આપી વાવવા માટે ઉપયોગ કરવો.
4

વાવેતર સમય Sowing Time

  • ધાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે.
  • જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન 30°C આજુબાજુ હોવું જરૂરી છે.
5

બીજદર અને વાવેતર અંતર Seed Rate & Spacing

  • બીજદર: વાવણી માટે 15-20 કિલો/હેક્ટર બિયારણનો ઉપયોગ કરવો.
  • અંતર: બે હાર વચ્ચે 30 સે.મી. (12 ઇંચ) અને બે છોડ વચ્ચે 10 સે.મી. (4 ઇંચ) અંતર રાખવું.
6

ખાતર વ્યવસ્થાપન Fertilizer Management

  • પાયાનું ખાતર: હેકટરે 10-12 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરી જમીનમાં ભેળવવું જોઈએ.
  • રાસાયણિક ખાતર: 20 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 10 કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટર (જેમાંથી 10 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 10 કિગ્રા ફોસ્ફરસ પાયામાં આપવું).
  • પૂર્તિ ખાતર: બાકી રહેલ 10 કિ.ગ્રા. નાઇટ્રોજન (22 કિ.ગ્રા. યુરિયા) પૂર્તિ ખાતર તરીકે આપવું.
7

પિયત વ્યવસ્થાપન Irrigation Schedule

  • ધાણાના પાકને સામાન્ય રીતે 5 થી 6 પિયત દર 15 દિવસે આપવા.
  • આમ છતા જમીનની પ્રત પ્રમાણે પિયત ઓછા-વતા કરી સારૂ ઉત્પાદન લઇ શકાય.
8

નિંદામણ વ્યવસ્થાપન Weed Management

  • ધાણાના પાકમાં નિંદામણના કારણે ઉત્પાદનમાં 50-71 % સુધી ઘટાડો થાય છે.
  • નિંદામણના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને 2-3 આંતરખેડ અને 2 હાથ નિંદામણની જરૂરિયાત રહે છે.
  • વાવણી બાદ તુરત જ નિંદામણનાશક દવાઓ જેવી કે પેન્ડીમીથેલીન 1.0 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે વાવણી પહેલાં છંટકાવ કરી પિયત આપવું.
9

જીવાત નિયંત્રણ Pest Management

  • મોલો-મશી (Aphids): ધાણામાં મોલો-મશીનો ઉપદ્રવ જોવા મળે છે, જેના નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા ઈમિડાક્લોપ્રીડનો છંટકાવ કરવો.
10

રોગ નિયંત્રણ Disease Management

  • ભૂકી છારો: છોડના નીચેના પાન પર સફેદ છારી જોવા મળે છે.
  • સંરક્ષણાત્મક પગલા તરીકે પાક 45 દિવસનો થાય કે રોગની શરૂઆત થાય કે તુરત જ દ્રાવ્ય ગંધક 0.2% (30 ગ્રામ/10 લિટર) અથવા હેકઝાકોનેઝોલ 5 ઈ.સી. 0.005% ના દ્રાવણના 2 થી 3 છંટકાવ કરવા.
11

કાપણી અને વીણી Harvesting & Threshing

  • ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે 100 થી 115 દિવસમાં તૈયાર થઈ જાય છે.
  • દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી.
  • જો કાપણી મોડી કરવામાં આવે તો દાણા ખરી પડે, રંગ સફેદ કે ભૂખરો થાય અને ઉડયનશીલ તેલનું પ્રમાણ ઘટે છે. વહેલી કાપણી કરવાથી વજન અને કદ ઘટે છે.
12

કાપણી પછીનું વ્યવસ્થાપન Post Harvest

  • ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં કરવી આવશ્યક છે.
  • સારી રીતે સુકાયા બાદ દાણા છૂટા પાડી, સાફ કરી યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જેથી બજાર કિંમત ઉંચી મળે.

ઇન્દ્ર સીડ્સ પ્રા. લિ.

સરનામું:
૩૦૯, સર્કલ-પી, પ્રહલાદનગર પિક-અપ સ્ટેન્ડ, એસ.જી. હાઇવે, સેટેલાઇટ, અમદાવાદ - ૩૮૦૦૧૫. (ગુજરાત)
મોબાઈલ:
૯૦૯૯૦૯૯૧૨૧
ઇમેઇલ:
જીએસટી નંબર:
24AACCI2775D1ZU

સેમ્પલ મેળવવા માટે અરજી કરો