Gujarat Wheat MSP 2026-27 - Complete Guide
Rabi Season 2026-27

ગુજરાતના ધરતીપુત્રો માટે
મહત્વના સમાચાર

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા રવિ પાક ઘઉંના ટેકાના ભાવ (MSP) જાહેર.
ઘઉંનો નવો ટેકાનો ભાવ (MSP)
₹ 2,585
પ્રતિ ક્વિન્ટલ (100 કિ.ગ્રા.)

ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળે તે હેતુથી સરકાર દ્વારા આ ભાવ નક્કી કરવામાં આવ્યો છે.

યોજનાની વિગત

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે રવિ સીઝન ૨૦૨૬-૨૭ માટે ટેકાના ભાવે ઘઉં ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ પોતાની ઉપજ વેચવા માટે ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત છે.

નોંધણીથી લઈને ખરીદી સુધીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સરકારે 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' ફરજિયાત કર્યું છે.

મહત્વની સમયરેખા

૧. ઓનલાઈન નોંધણી પ્રક્રિયા
01 Feb થી 01 Mar 2026
તમારા ગામમાં VCE સેન્ટર ખાતે
૨. ખરીદી પ્રક્રિયા શરૂ
04 Mar 2026 થી
APMC અથવા નિયત ખરીદ કેન્દ્રો પર
૩. ખરીદી પ્રક્રિયા પૂર્ણ
15 May 2026 સુધી
આ તારીખ પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે

નોંધણી કેવી રીતે કરાવવી?

ખેડૂતોને તાલુકા મથકે ધક્કા ખાવા ન પડે તે માટે ગામમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે.

1
તમારા ગામના ગ્રામ પંચાયત ઓફિસ પર જાઓ અને VCE (Village Computer Entrepreneur) નો સંપર્ક કરો.
2
તમારા દસ્તાવેજો (7/12, આધાર, બેંક પાસબુક) રજૂ કરો.
3
બાયોમેટ્રિક: તમારી આંગળાની છાપ આપો. આ ફરજિયાત છે.
4
નોંધણી થયાની પહોંચ (Receipt) મેળવી લો અને સાચવી રાખો.
ખાસ ચેતવણી: બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન

ખોટા લાભાર્થીઓને રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે.

  • નોંધણી સમયે અને વેચાણ સમયે, બંને વખતે ખેડૂતની આંગળાની છાપ લેવામાં આવશે.
  • જે વ્યક્તિના નામે જમીન (7/12 માં નામ) છે, તે જ વ્યક્તિએ રૂબરૂ હાજર રહેવું પડશે.
  • અન્ય કોઈ વ્યક્તિ કે સગા-સંબંધી ખેડૂતના વતી માલ વેચી શકશે નહીં.

જરૂરી દસ્તાવેજોની યાદી

VCE પાસે જતા પહેલા નીચેના દસ્તાવેજોની અસલ અને નકલ સાથે રાખવી:

  • આધાર કાર્ડ (અસલ હોવું જરૂરી છે)
  • અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8-અ
  • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક (પેમેન્ટ માટે)
  • વાવેતરનો દાખલો: જો 7/12 માં ઘઉંના પાકની નોંધ ન થઈ હોય, તો તલાટી મંત્રીનો સહી-સિક્કા વાળો દાખલો.

વેચાણ પ્રક્રિયા અને SMS

નોંધણી કરાવ્યા પછી તરત માલ લઈને જવાનું નથી. નીચે મુજબની પ્રક્રિયા અનુસરવી:

SMS ક્યારે આવશે?
તમારો વારો આવશે ત્યારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS આવશે. જેમાં તારીખ અને સેન્ટરનું નામ લખેલું હશે.
સેન્ટર પર શું લઈ જવું?
તમારો ઘઉંનો જથ્થો, અસલ આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન સ્લીપ. ત્યાં ફરીથી બાયોમેટ્રિક થશે.
ઘઉંની ગુણવત્તા કેવી હોવી જોઈએ?
સરકારના ધારાધોરણ મુજબ ઘઉં સાફ, કચરા વગરના અને યોગ્ય ભેજવાળા હોવા જોઈએ તો જ જથ્થો સ્વીકારાશે.
નવી પોસ્ટ ઉનાળુ ખેતી: બાજરી અને તલમાં સૌથી વધુ ઉત્પાદન આપતી શ્રેષ્ઠ જાતોની યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો

લાઈક કરવા માટે લોગ ઈન કરો.