ઉનાળુ ખેતીમાં સફળતાની ચાવી: વધુ ઉત્પાદન આપતી શ્રેષ્ઠ સુધારેલી જાતો
નમસ્કાર ખેડૂત મિત્રો,
ઉનાળાની ઋતુમાં સફળ ખેતી માટે સૌથી મહત્વનો નિર્ણય યોગ્ય બિયારણની પસંદગી છે. ઉનાળામાં તાપમાન વધારે હોવાને કારણે એવી જાતો પસંદ કરવી જોઈએ જે ગરમી સહન કરી શકે અને ટૂંકા ગાળામાં તૈયાર થઈ જાય.
અહીં બાજરી, તલ, અડદ અને મગની કેટલીક પ્રખ્યાત સુધારેલી જાતોની માહિતી આપવામાં આવી છે જે ખેડૂત મિત્રો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
૧. બાજરી (Bajri)
A. રાજી-૨૧૨૧++
૧. સમયગાળો
આ બાજરી મધ્યમ ગાળાની જાત છે. તે વાવેતર પછી માત્ર ૮૫ થી ૯૦ દિવસમાં સંપૂર્ણ પાકીને તૈયાર થઈ જાય છે.
૨. ગરમીમાં સેટીંગ
આ જાત ઉનાળાની આકરી ગરમી સહન કરી શકે છે. ગરમીમાં પણ ડુંડામાં છેક સુધી દાણા ભરાવાની પ્રક્રિયા (સેટીંગ) ખૂબ સારી રીતે થાય છે.
૩. રોગ નિયંત્રણ
સુકારા જેવા મુખ્ય રોગો સામે લડવાની શક્તિ ખૂબ સારી છે. પાક તંદુરસ્ત રહેવાથી દવાનો ખર્ચ બચે છે.
૪. વજનદાર ડુંડા
ડુંડા કદમાં લાંબા, જાડા અને એકદમ ટાઈટ (ભરાવદાર) હોય છે, જેથી વજન સારું ઉતરે છે.
૫. મીઠો ચારો
આ 'ડ્યુઅલ પર્પઝ' જાત છે. પશુઓ માટે વિપુલ પ્રમાણમાં મીઠો અને પોચો ચારો મળી રહે છે.
B. રાજી-૨૧૩૧+
૧. વાવેતર
આ બિયારણ શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં વાવવા માટે શ્રેષ્ઠ છે.
૨. સમયગાળો
પાકનો સમયગાળો મધ્યમ હોવાથી ઉત્પાદન સારું મળે છે (૯૦ થી ૯૫ દિવસ).
૩. ગરમી સામે ટકવાની શક્તિ
ઉનાળાના આકરા તાપમાં પણ છોડ કરમાતો નથી અને લીલો રહે છે.
૪. ચમકદાર દાણા
દાણા ગોળ, મોટા અને ખૂબ જ ચમકીલા હોય છે, જેના કારણે બજારમાં ભાવ સારો મળે છે.
૨. તલ (Sesame)
રાજી-૧૧૧+
૧. સમયગાળો
આ જાત ૯૦ થી ૯૫ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
૨. દાણાની ગુણવત્તા
આ તલના દાણા મધ્યમ કદના અને દૂધ જેવા સફેદ હોય છે.
૩. તેલનું પ્રમાણ
દાણામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, જે વજન અને ક્વોલિટી બંને માટે સારું ગણાય.
૪. ઉત્પાદન
છોડની ડાળીઓ પર લૂમઝૂમ બૈઢાં બેસે છે. બધા જ બૈઢાં દાણાથી પૂરેપૂરા ભરેલા હોય છે, ખાલી રહેતા નથી.
૩. અડદ (Black Gram)
રાજી-૪૧+
૧. સમયગાળો
ખૂબ જ ઝડપી (૭૦-૭૫ દિવસ) પાકતી જાત હોવાથી બીજી વાવણી માટે જમીન જલ્દી ખાલી મળે છે.
૨. સીંગોની ગોઠવણી
સીંગો છેક નીચેથી જ ગુચ્છામાં (લૂમમાં) બેસવાની શરૂઆત થાય છે.
૩. ઉત્પાદન ક્ષમતા
ગુચ્છામાં સીંગો અને મોટા દાણા હોવાથી ખેડૂતોને વીઘે સારો ઉતારો મળે છે.
૪. દાણાની ગુણવત્તા
દાણા કદમાં મોટા અને ચમકદાર હોવાથી બજારમાં વેચતી વખતે ફાયદો થાય છે.
૫. છોડનો વિકાસ
ઊંચાઈ મધ્યમ (૪૫ થી ૬૦ સે.મી.) રહે છે, જે કાપણી વખતે અનુકૂળ રહે છે.
૪. મગ (Green Gram)
રાજી-૪+
૧. સમયગાળો
આ જાત ૭૫ થી ૮૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.
૨. વાવેતર ઋતુ
ચોમાસું અને ઉનાળાની ઋતુમાં વાવેતર કરવા માટે ઉત્તમ ગણાય છે.
૩. રોગ પ્રતિકારક શક્તિ
આ જાત વાયરસ (પીળિયો) સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, જેથી પાક બગડતો નથી.
૪. છોડનો વિકાસ
છોડમાં ૫-૬ ડાળીઓનો ફેલાવો થાય છે અને વિકાસ સારો થાય છે.
૫. દાણાની ગુણવત્તા
લીલા અને કાચ જેવા ચમકદાર દાણા હોવાથી બજારમાં ભાવ સારા મળે છે.
લાઈક
2
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.